ઉત્તર પ્રદેશમાં સોનાનો મોટો જથ્થો મળી આવ્યો છે. સોનભદ્રની ટેકરીઓમાં 3000 ટન સોનાનો ભંડાર મળી આવ્યો છે. તેની પુષ્ટિ થઈ ગઈ છે અને હવે આ બ્લોકની હરાજીની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં આ ગોલ્ડ બ્લોક્સની હરાજી કરવામાં આવશે. આ કામ માટે સરકાર વતી 7 સભ્યોની ટીમ બનાવવામાં આવી હતી. 2005માં અહીંની જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમે સોનભદ્રમાં સોનુ હોવાની વાત કહી હતી. વર્ષ 2012માં પુષ્ટિ કરવામાં આવી હતી કે સોનભદ્રની ટેકરીઓમાં સોનું છે. પરંતુ હવે અહીંથી સોનાનો ભંડાર મળ્યો હોવાની વાતની પુષ્ટી કરવામાં આવી છે. હવે સરકાર સોનભદ્ર જિલ્લામાં યૂરેનિયમનો ભંડાર શોધવાની કવાયત હાથ ધરશે. આ કામમાં કેન્દ્રીય અને અન્ય ટીમો પણ સક્રીય થઈ છે.
Friday, February 21, 2020
New
