ભચાઉ નગરપાલિકાના યુવા પ્રમુખ કુલદીપસિંહ જાડેજા પોતાની અનેક જન સેવાઓથી આમ કચ્છી પ્રજાને હૈયે ચડેલે નગરપાલિકાનાં પ્રાંગણને ગરીબના આશીર્વાદથી પાવન કર્યું - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Tuesday, February 11, 2020

ભચાઉ નગરપાલિકાના યુવા પ્રમુખ કુલદીપસિંહ જાડેજા પોતાની અનેક જન સેવાઓથી આમ કચ્છી પ્રજાને હૈયે ચડેલે નગરપાલિકાનાં પ્રાંગણને ગરીબના આશીર્વાદથી પાવન કર્યું


સારા અને સત્કાર્યોની નોંધ ક્યારેક કોઈ ગરીબના જીવનપથને પ્રકાશિત કરવામાં ઉપયોગી બને ત્યારે આ વાત સાર્થક થતી લાગે છે,  ભચાઉ નગરપાલિકાના યુવા પ્રમુખ કુલદીપસિંહજી વિરેન્દ્રસિંહજી જાડેજા પોતાની અનેક જન સેવાઓથી આમ કચ્છી પ્રજાને હૈયે ચડેલુ નામ છે, એ વાત આજે ભુજ તાલુકાના લાખોંદ ગામના દેવાભાઈ ગાભાભાઈ મહેશ્ચરી નામના એક વયોવૃદ્ધ દાદાએ સાબિત કરી હતી. દેવાભાઈ ગાભાભાઈ મહેશ્ચરી લાખોંદ ગામે છુટક મજુરી કરી પરિવારનુ પેટીયુ રળતા આ ગરીબને ડાયાબીટીસે એવો ભરડો લીધો કે પગ કપાવવા માટે મજબુર થવુ પડ્યુ, મજુરી બંધ થઈ પણ સ્વમાની માણસ દરેક જગ્યાએ હાથ લાંબો કેમ કરવો એવી અવઢવ વચ્ચે, ભચાઉમાં વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજા પરિવાર દ્વારા યોજવામાં આવેલ સમુહ લગ્ન યાદ આવ્યા અને પોતાની સમસ્યાનો હલ્લ પણ જાણે કે મળી ગયો હોય એમ દેવાભાઈની સવારી સીદધી ભચાઉ નગરપાલિકાના પ્રાંગણમાં પહોંચે છે, જ્યાં કુલદીપસિંહજીને મળી પોતાની વિતક શંભળાવે છે, અને આશા લઈને આવેલા જૈફને કુલદીપસિંહજીએ પ્રથમ તો એમની પગની તકલીફ જોઈ ટ્રાયસિકલ આપીને આ વૃદધની કાખઘોડીથી રાહત આપવા સાથે એમને રાસન અને લાખોંદથી લાવેલી રિક્ષાનુ ભાડુ આપી જ્યારે જરૂર પડે ત્યારે યાદ કરવાનુ વચન લઈ દેવાભાઈને વિદાય આપી હતી.  સારા કાર્યોની સૌરભ તો ગમે ત્યાં પ્રસરે એ વાત અહી સાચી ઠરવા સાથે સેવાને સીમાડા નથી નડતા એ બાબત બન્ની વિસ્તારની ગૌ સેવા બાદ આજે અહી દેવાભાઈને મદદ કરવા બાબતે પણ કુલદીપસિંહજીએ સાચી ઠેરવીને નગરપાલિકાના પ્રાંગણ ને ગરીબ ના આર્શીવાદ થી પાવન કર્યુ હતું.