ભુજમાં સરકારી પોલીટેકનિક કોલેજના વિદ્યાર્થીઓ આજે હડતાળ પર ઉતર્યા - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Tuesday, February 11, 2020

ભુજમાં સરકારી પોલીટેકનિક કોલેજના વિદ્યાર્થીઓ આજે હડતાળ પર ઉતર્યા


ભુજ : ભુજમાં આવેલી સરકારી પોલીટેકનિક કોલેજમાં એક હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ કોલેજમાંના છાત્રોને પીવા માટે શુદ્ધ પાણી ન મળતા, શૌચાલયની હાલત પણ બદતર હોવાથી તેમજ હોસ્ટેલમાં નહાવા માટેનું પાણી ન મળતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે અને આજે હડતાળ પર ઉતરી સૂત્રો પોકાર્યા હતા. આ જ કોલેજના પૂર્વ વિદ્યાર્થી પૂર્વ સેનેટ સભ્ય અને કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રવકતા દીપક ડાંગરની આગેવાની હેઠળ સમગ્ર કોલેજના વિદ્યાર્થી આજે હડતાળ પર ઉતર્યા છે અને કોલેજની બહાર એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. શ્રી ડાંગરે યાદીમાં જણાવ્યુ હતું કે, એક વર્ષથી હોસ્ટેલ તૈયાર હોવા છતાં રહેવાની સુવિધા કરવામાં આવતી નથી અને હાલમાં ખૂબ જ જર્જરિત હાલતના મકાનમાં વિદ્યાર્થીઓ રહે છે. જેમાં નહાવા માટે પાણી પણ નથી આવતું જેથી છાત્રોને નહાવા માટે કોલેજના ડિપાર્ટમેન્ટમાં રોજ જવું પડે છે. તદ્ઉપરાંત વિદ્યાર્થીઓને પીવા માટેનું શુદ્ધ પાણી પણ મળતું નથી અને શૌચાલયની હાલત બદતર છે. વિદ્યાર્થીની જીમખાનાની ફી ઉઘરાવવામાં આવે છે પરંતુ રમત ગમતની કોઈ જ વ્યવસ્થા કોલેજ દ્વારા આપવામાં આવતી નથી. સાંસ્કૃતિક કાર્યક્રમ માટે લાખોના ખર્ચે બનાવાયેલું ઓડિટોરિયમ પણ ધૂળ ખાઈ રહ્યું છે. ત્યારે આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ તેના હક માટે લડી રહ્યા છે અને જીટીયુમાં પણ આ મુદાઓ પર રજૂઆત કરાશે અને જરૂર પડે ઉગ્ર આંદોલન પણ છેડવાની ચીમકી શ્રી ડાંગરે યાદીમાં આપી છે. આ હડતાલ દરમ્યાન વિદ્યાર્થીઓની પડખે પૂર્વ સેનેટ સભ્ય ડો. રમેશ ગરવા, નીલય ગોસ્વામી, ચેતન લાડુમોર રહ્યા હતા. હડતાલમાં કાર્તિક પૈ, ઓમદેવસિંહ જાડેજા, ધ્રુવ સુથાર, ભવ્યદીપસિંહ જાડેજા, દેવાંશ માંકડ, તીર્થ મકવાણા વગેરેએ મેનેજમેન્ટ વિરુદ્ધમાં નારા પોકારી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.