ગુજરાત ATSને 1500 કરોડના ડ્રગ્સ કેસ મામલે સૌથી મોટી સફળતાં મળી છે. ગુજરાત એટીએસએ
આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા મુનાફ હલારી મુસાને મુંબઈ એરપોર્ટથી દબોચી
લીધો છે. મુનાફ હલારી મુસા પાસેથી પાકિસ્તાની પાસપોર્ટ પણ મળી આવ્યો છે. મુનાફ
મુસા 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસનો પણ આરોપી છે. ઉલ્લેખનીય છે કે 2018માં જામનગર પાસેથી 1500 કરોડનો ડ્રગ્સનો જથ્થો ગુજરાત ATS દ્વારા જપ્ત કરાયો હતો. આ મામલે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.
પાકિસ્તાનથી ડ્રગ્સનો જથ્થો લઈ ગુજરાતના દરિયાકાંઠે ઉતારી ઉંઝાથી જીરૂ અને મસાલાના
ટ્રકોમાં છુપાવી પંજાબમાં સપ્લાય કરવાનું સમગ્ર ષડયંત્ર હતું. જેને એટીએસએ ખુલ્લુ
પાડ્યું હતું. આ કેસનો મુખ્ય આરોપી સિમરનજીતસિઘ સંધૂની ઈટલીથી ધરપકડ કરાઈ હતી.
ઈટાલીથી જ સમગ્ર નેટવર્ક સંભાળતો સિમરનસિંઘ ત્યાં પકડાયો હોવાની માહિતી મળતા હવે
એટીએસની ટીમ દ્વારા તેનો કબ્જો મેળવવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
Monday, February 10, 2020
New
