રાપર તાલુકાના ભીમાસર મા તું અમારા પરિવારના ચારિત્ર્ય બાબતે ખોટી વાતો કેમ કરસ તેમ કહીને યુવાન ઉપર ટામીથી હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી પોલીસે ચાર શખસો સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
આડેસર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ભીમાસર માં ભીમા દાદા ની ડેરી પાસે ભરત અમરા ભાઈ પરમાર ઉંમર વર્ષ 23 ને તું અમારા પરિવારના ચારિત્ર્ય બાબતે ખોટી વાતો કેમ કરસ તેમ કહીને આરોપી શૈલેષ કેયણા મકવાણા, અરવીન ડાયા મકવાણા હસમુખ દિલુ મકવાણા અને મુકેશદાન મંજુભા ગઢવી એ માર મારી ટામી થી હુમલો કરીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી ભોગ બનનારે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
