ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર પોલીસે ખાસ ઝુંબેશ હાથ ધરેલ તેના ભાગરૂપે ભાવનગર એસ.ઓ.જી. પોલીસે સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૦૬ થી દહેજ માંગવા તથા શારીરીક માનસીક ત્રાસ આપવાના ગુન્હામાં વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્ર રાજયના નાગપુર ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મેળવેલ છે.ઙ્ગ ઙ્ગભાવનગર એસ.ઓ.જી. પોલીસે બાતમી આધારે તથા ટેકનીકલ સોર્સ આધારે છેલ્લા ૧૪ વર્ષ (સને ૨૦૦૬) થી સી ડીવીઝન પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.ન. ૩૨૧/૨૦૦૬ ઇ.પી.કો. કલમ ૪૯૮(એ), ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ વિ. મુજબ ગુન્હાના કામે અકીલા વોન્ટેડ આરોપીઙ્ગ ઝફરઅબ્બાસ રસુલમહંમદ મરચન્ટ ઉ.વ.૫૩ રહેવાસી નાગપુર, ઓરેન્જ સીટી સ્કુલની પાછળ, નાયડુ ગલી મકાન નં. ૩૦૯/એ, અબ્બાસ મંજીલ, મોહનગલી રાજય મહારાષ્ટ્રઙ્ગ વાળાનેઙ્ગ નાગપુર તેના ઘરેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ભાવનગર લાવી સી ડીવીઝન (ગંગાજળીયા) પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ ના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. જગદીશભાઇ મારૂ તથા યુસુફખાન પઠાણ તથા પોલીસ કોન્સ. પાર્થભાઇ પટેલ જોડાયા હતા.
Wednesday, February 5, 2020
New
