આદિપુરના ડી.સી-૫ માં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના આભૂષણો તેમજ રોકડ રકમ સહિત બે લાખ છપ્પન હજાર ની માલ મત્તા ચોરી કરીને લઇ ગયા હતા પરિવાર લગ્નપ્રસંગે બહાર ગયો હતો અને પિતા પુત્ર કંડલામાં દુકાને ગયા હતા દરમિયાન પાછળથી તસ્કરો ઘરને નિશાન બનાવી ચોરીના બનાવોને અંજામ આપ્યો હતો પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
આદિપુર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ડી.સી-૫ માં રહેતા મેહુલસિંહ ડિગરાજસિંહ જાડેજા તેમના પત્ની અને તેમના મમ્મી ને લગ્ન પ્રસંગે જામનગર જવાનું હોય બસ સ્ટેન્ડે મૂકીને ઘરે આવ્યા બાદ તેને તેમના પિતા કંડલામાં તેમની કરિયાણાની દુકાને ગયા હતા ત્યારે પાછળથી તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી ને દરવાજાનું તાળું તોડી અંદર કબાટમાંથી સોનાની વીંટી સોનાનો ચેન પેન્ડલ સોનાનું ડોકયુ સોનાનું બ્રેસલેટ સોનાની માથાની દામણી ચાંદીના સિક્કા અને રોકડા રૂપિયા 47500 સહિત કુલ રૂપિયા 256400 માલમત્તાની ચોરી કરીને તસ્કરો લઇ ગયા હતા પિતા-પુત્ર કંડલાથી રાતે ઘરે આવ્યા બાદ ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો અને પોલીસને જાણ કરતા કાયદાના રક્ષકો બનાવના સ્થળે પહોંચ્યા હતા મકાનમાલિકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
