અમેરિકી પ્રમુખ ૨૪મીએ ભારતના પ્રવાસે આવી રહ્યા છે અને તે પહેલાં અમેરિકી વહીવટીતંત્ર દ્વારા ભારતને ૧.૯ અબજ ડોલરની અદ્યતન એર ડિફેન્સ સિસ્ટમ વેચવાનો નિર્ણય લેવાયો છે અને તેને મંજૂરી આપી દેવામાં આવી છે.અમેરિકી કોંગ્રેસ ને જાહેરનામુ ઇસ્યુ થયું હતું અને અમેરિકી વિદેશ વિભાગ દ્વારા આ સોદાને મંજૂરીની મહોર મારવામાં આવી હતી.આ અતિ આધુનિક એર ડીફેન્સ વેપન સિસ્ટમની સાથે અમેરિકા ભારતને આ સિસ્ટમથી સંબંધિત સામગ્રીઓ અને સર્વિસ પણ આપશે તેમ જ ટેકનીકલ સપોર્ટ પણ આપશે સાથોસાથ એન્જિનિયરિંગ અને લોજિસ્ટિક સપોર્ટ પણ ભારતને પૂરા પાડશે.
ભારતે ઘણા સમય પહેલા આ પ્રકારની હવાઈ ડિફેન્સ સિસ્ટમ ની માગણી કરી હતી અને ત્યારબાદ આ મુદ્દા પર બંને દેશો વચ્ચે અલગ-અલગ સ્તરની મંત્રણા ચાલુ રહી હતી.આ સિસ્ટમ મળી ગયા બાદ ભારત હવાઇ ક્ષેત્રમાં વધુ તાકાતવાન અને ઘાતક શક્તિ ધરાવતો દેશ બની જશે. આ પ્રકારની સિસ્ટમ ઇઝરાયેલ પાસે પણ છે. અમેરિકી વિદેશ વિભાગ દ્વારા ગઈકાલે આ દરખાસ્તને મંજૂરીની મહોર મારવામાં આવી હતી અને ત્યારબાદ નોટિફિકેશન જારી થયું હતું અને અમેરિકી કોંગ્રેસને તેનાથી માહિતગાર કરવામાં આવી હતી.
