ચીનમાંથી દુનિયાભરમાં પ્રસરેલા કોરોના વાઇરસે અત્યાર સુધી વિશ્ર્વભરના ૪૦,૬૦૦થી વધુ લોકોને ભરડામાં લીધાં છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ સોમવારે બીજિંગ-ચીન ખાતે જણાવ્યા મુજબ કોરોનાને કારણે ૧૦૦૦થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે અને ૪૦,૧૭૧ કેસ નોંધાયા છે. આ ઉપરાંત હોંગકોંગમાં કોરોનાના ૩૬ કેસ અને એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનું નોંધાયું છે.
મકાઉમાં કોરોનાના ૧૦ કેસ નોંધાયા છે.ચીનમાં મોટા ભાગના મૃત્યુ મધ્ય હુબેઇ પ્રાંતમાં નોંધાયા છે, જ્યાં ડિસેમ્બરમાં સહુ પ્રથમ કોરોના વાઇરસનો કેસ જાણવા મળ્યો હતો. અન્ય દેશોમાં કોરોના વાઇરસગ્રસ્ત લોકોના આંકડા આ મુજબ છે. જાપાન - ૧૬૨, સિંગાપુર - ૪૩, થાઇલેન્ડ - ૩૨, દ. કોરિયા - ૨૭, મલેશિયા - ૧૮, તૈવાન - ૧૬, ઑસ્ટ્રેલિયા - ૧૪, જર્મની - ૧૪, વિયેટનામ - ૧૪, અમેરિકા - ૧૨, ફ્રાન્સ - ૧૧, યુએઇ - ૭, કેનેડા - ૬, ફિલિપાઇન્સ - ૩, યુકે - ૩, ભારત - ૩, ઇટાલી - ૩, રશિયા - ૨, સ્પેન - ૨, બેલ્જિયમ - ૧ નેપાળ - ૧, શ્રીલંકા - ૧, સ્વીડન - ૧, કંબોડિયા - ૧, ફિનલેન્ડ - ૧
