કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકી સંગઠનોના ત્રણ સક્રિય આતંકીઓને પકડવામાં આવ્યા છે. તેની ધરપકડ જમ્મુ-કાશ્મીર રાષ્ટ્રીય રાજમાર્ગ પર હાલમાં થયેલી અથડામણના સિલસિલામાં થઈ છે. આ અથડામણમાં જૈશના ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા.અધિકારીઓએ જણાવ્યું કે આખી રાત ચાલેલી કાર્યવાહીમાં સોહેલ જાવેદ લોન, ઝહૂર અહેમદ ખાન અને સોયેબ મંજૂરને પકડવામાં આવ્યા છે. સોહેલ લોન જમ્મુનો વિદ્યાર્થી અને સમીર અહેમદ ડાર સાથે મુલાકાત નહીં થવાની સ્થિતિમાં તે જૈશ આતંકીઓ સાથે મુલાકાતની બીજી કડી છે. જ્યારે ડાર પાછલા વર્ષે પુલવામામાં આત્મઘાતી હુમલા કરનારા આતંકીનો સંબંધી છે જેમાં ૪૦ સીઆરપીએફ જવાન શહિદ થઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે ૩૧ જાન્યુઆરીએ બાન ટોલનાકા પર સુરક્ષાદળો દ્વારા આતંકીઓને અટકાવવામાં આવતાં અથડામણ થઈ હતી જેમાં ત્રણ પાકિસ્તાની આતંકીઓ માર્યા ગયા હતા અને દક્ષિણ કાશ્મીરમાં રહેતાં ત્રણ આતંકીઓની ધરપકડ થઈ હતી. ડાર ઉપરાંત જે લોકોને ઘટનાસ્થળેથી પકડવામાં આવ્યા હતા તેમાં સરતાજ અહેમદ મંટૂ અને આસિફ અહેમદ મલિકનો સમાવેશ થાય છે.
