ભુજ : તાલુકામાં ભુજ
ખાવડા ધોરીમાર્ગ ઉપર રૂદ્રમાતા નજીક સુદામાવાસ પાસે આજે રાત્રે સામેસામેથી આવી
રહેલી બે બાઇક અથડાતા સુદામાવાસમાં રહેતા રાણા ગાંગા ભદ્રન (ઉ.વ. 32)ને મોત આંબી
ગયું હતું. જયારે અન્ય ત્રણ જણ ઘવાયા હતા. પોલીસ મળતી વિગતો મુજબ
આજે રાત્રે નવેક વાગ્યાના સુમારે
થયેલા આ અકસ્માતમાં સુદામાવાસના શિવજી આચુ મારવાડા (ઉ.વ.30), મોટા દિનારાના ઇશાક હારૂન સમા (ઉ.વ.32) અને આમનુલા આમદ
સમા (ઉ.વ.29) ઘવાયા હતા. આ ત્રણેયને ભુજ જનરલ હોસ્પિટલમાં 108 મારફતે ખસેડાયા છે. એક જણની હાલત ગંભીર બતાવાઇ રહી છે. આ ઘટનામાં
મરનાર રાણા ભદ્રનને અત્યંત ગંભીર ઇજાઓ થઇ હતી. તેમને સારવાર મળે તે પહેલા મોત આંબી ગયું.
Saturday, February 29, 2020
New
