New
કંડલામાં
કુદરતી હાજતે ગયેલી સુમિત્રા ઘનશ્યામ રીઆરા (ઉ.વ. 23)
નામની યુવતી પાણીમાં ડૂબી જતાં તેનું મોત થયું હતું, બીજા બનાવમાં ભારાપર
ની સીમમાં સોલ્ટ કંપનીમાં કામ કરતા શ્રમજીવીની પડી જતાં ગંભીર હાલતમાં તેમનું મોત
થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે, આ યુવતી આજે સવારે પોતાના ઘરેથી થોડે
દૂર કુદરતી હાજતે ગઇ હતી. જ્યાં અકસ્માતે તેનો પગ લપસી જતાં તે દરિયાની નહેરના
પાણીમાં પડી ગઇ હતી. પાણી ભરેલા ખાડામાં પડી ગયા બાદ તે ડૂબી જતાં તેનું મોત થયું
હતું. બીજીબાજુ કંડલામાં આવેલા આહીર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં અપમૃત્યુનો
બીજો બનાવ બન્યો હતો. અહીં મજૂરી કરનારો રાજુ નામનો યુવાન આજે સવારે 8 વાગ્યાના અરસામાં કામ કરી રહ્યો હતો.
દરમ્યાન પડી જતાં તેનું કોઇ કારણે મોત થયું હતું. આ યુવાનનાં મોતનું કારણ હજુ બહાર
આવ્યું નથી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ
ધરી છે.