સામખિયાળીમાં
જૂના બસ સ્ટેન્ડની સામે ટેક્સી પાર્કિંગની જગ્યામાં ગંજી પાનાનો હારજીતનો જુગાર
રમતા બે શખ્સોને પોલીસે પકડી પાડયા હતા જ્યારે ત્રણ શખ્સો રેડ દરમિયાન નાસી છૂટયા
હતા પોલીસે પાંચેય સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સામખીયાળી પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે
શહેરના જૂના બસ સ્ટેન્ડ સામે ટેક્સી પાર્કિંગની જગ્યામાં ગંજી પાનાનો હારજીતનો
જુગાર રમતા રામજી ઉર્ફે હકુ કેસર મણકા અને ગોરધન વિરા ચૌહાણ ને રોકડા રૂપિયા 1700 સાથે પકડી પાડ્યા હતા જ્યારે જનકસિંહ
લખુભા જાડેજા રામો ચાડ અને અજીત પટેલ પોલીસની રેડ દરમિયાન નાસી ગયા હતા પોલીસે
પાંચેય આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Saturday, February 29, 2020
New
