અંજાર તાલુકાના
મેઘપર બોરીચીની તુલસીધામ સોસાયટીમાં તસ્કરો બંધ મકાનને નિશાન બનાવીને ઘરના તાળા
તોડી ૮૦ હજારની માલમતા ચોરી કરીને લઇ ગયા હતા. અંજાર પોલીસે જણાવ્યું હતું કે, મેઘપર
બોરીચીના તુલસીધામ સોસાયટીમાં રહેતા પદમસિંહ પાડજી ચૌહાણના બંધ મકાનને તસ્કરોએ
નિશાન બનાવીને તાળા તોડી
અંદરથી તિજોરીમાંથી સોનાની ચાર બંગડી, સોનાની
કાનની એક જોડ સર, સોનાની બુટ્ટી નંગ-1, સોનાનું એક ઓમ, સોનાની નાકની ચુક નંગ-4, ચાંદીના પગના સાંકળા જોડી 1, ચાંદીની હાથની પોંચી નંગ-1, ચાંદીનું કડું નંગ-1 તથા રોકડ રૂા. ૨૧,000 એમ કુલ રૂા. ૮૦,૦00ની મતાની ચોરી કરી નિશાચરો નાસી ગયા હતા. મકાન માલિક
સામાજિક કાર્ય માટે પોતાના વતન બનાસકાંઠા ગયા હતા ત્યારે
પાછળથી તસ્કરોએ ચોરીના બનાવોને અંજામ આપ્યો હતો કે નોંધાવેલી ફરિયાદના આધારે ગુનો
નોંધીને તપાસ હાથ ધરી છે.
Saturday, February 29, 2020
New
