પોષણ અભિયાનના બીજા દિવસે અનેક સ્થાનો પર કાર્યક્રમો યોજાયા મોરબી, તા. ૩૧ જાન્યુઆરી મુખ્યમંત્રીશ્રી વિજ્યભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ બાળકો, કિશોરીઓ અને માતાઓના પોષણસ્તરમાં જિલ્લાના તમામ બાળકો સુપોષિત બને અને માતા તંદુરસ્ત બને તે હેતુસર મોરબી તાલુકાના રંગપર અને જેતપર ખાતે ગુજરાત પોષણ અભિયાનના બીજા દિવસે ગુજરાત રાજય બિનઅનામત વર્ગ વિકાસ નિગમના ચેરમેનશ્રી બી.એચ.ઘોડાસરાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાય હતા. આ પ્રસંગે ચેરમેનશ્રી બી.એચ.ઘોડાસરાએ સશક્ત દેશના નિર્માણમાં સશક્ત માનવીનું અનેકગણું મહત્વ રહેલું છે તેમ જણાવી ગુજરાતના પોષણ અભિયાનને જનભાગીદારીના સહિયારા પ્રયાસથી સુપોષિત ગુજરાતનું સ્વપ્ન સાકાર કરવા આ અભિયાનમાં સહભાગી થવા આહ્વાન કર્યું હતું. ગુજરાત સરકાર દ્વારા કુપોષણ દુર કરવા માટે પુરક પોષણના કાર્યક્રમમાં અધિકારીશ્રીઓ અને પદાધિકારીઓ પણ જોડાયા છે ત્યારે સૌના સહિયારા પ્રયાસ થકી તેમાં સહભાગી બનવા તેમણે ખાસ અનુરોધ કર્યો ચેરમેનશ્રી બી.એચ.ઘોડાસરાએ કર્યો હતો. આ પ્રસંગે બાળકોને અન્નપ્રાશન પણ કરાવ્યું હતું અને માતૃશક્તિ, પુર્ણા શક્તિ અને બાલ શક્તિ અંતર્ગત પાંચ જેટલી માતાઓને પોષ્ટીક આહારની વાનગીની સામગ્રી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવી. તદ્દઉપરાંત બાળ તંદુરસ્તી માટે પ્રથમ નંબરે આવનાર બાળકોને ઇનામો અર્પણ કરવામાં આવ્યા હતા. પોષણ અભિયાન અંતર્ગત દત્તક લેનાર પાલકવાલીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. તેની સાથોસાથ શાળાના બાળકો દ્વારા પોષણ અદાલતનું નાટક રજૂ કરીને પોષણ અભિયાનનો સંદેશો પણ પુરો પાડ્યો હતો. રંગપર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન રેખાબેન એરવાડીયા, જિલ્લા પંચાયતના સદસ્ય હસમુખભાઇ મુછડીયા, તાલુકા પંચાયતના સદસ્ય દિલીપભાઇ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વસૈયા, મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી સોલંકી, બેલાગ્રામ પંચાયતના સરપંચ સુરેશભાઇ મકાસણ, પૂર્વ સરપંચ મહેન્દ્રસિંહ ઝાલા, અગ્રણી સર્વેશ્રી બચુભાઇ રાણા, સાવજસિંહ ઝાલા, સીડીપીઓશ્રી ભાવનાબેન ચારોલા સહિત મોટી સંખ્યામાં આંગણવાડીની બહેનો, તેડાગર બહેનો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Saturday, February 1, 2020
New