વઢવાણના કટુકા ગામે વાડીમાંથી સવા લાખનો દારૂ ઝડપાયો - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Saturday, February 1, 2020

વઢવાણના કટુકા ગામે વાડીમાંથી સવા લાખનો દારૂ ઝડપાયો

પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા એ સુરેન્દ્રનગર જીલ્લામાંથી પ્રોહી/જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા અલગ અલગ ટીમો બનાવી પરીણામલક્ષી કામગીરી કરવા ડી. એમ. ઢોલ ઇન્સ્પેકટર એલ.સી.બી. સુરેન્દ્રનગર નાઓને સુચના આપેલ હોય, જે અન્વયે એલ.સી.બી. ટીમને પ્રોહી/જુગાર અંગે ફળદાયક હકીકત મેળવી પરીણામલક્ષ્મી કામગીરી કરવા અકિલા સુચના આપતા એલ.સી.બી. ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન હકીકત મેળવેલ કે, હરપાલસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા રહે. કટુડા તા. વઢવાણ તથા યુવરાજસિંહ રામદેવસિંહ ઝાલા રહે. કટુડા ભેગા મળી કટુડા ગામ, અધેલી ગામ તરફ જવાના કાચા રસ્તે, ચાયડા નામની સીમ વિસ્તારમાં હરપાલસિંહના કનિદૈ લાકિઅ કબજા ભોગવટાની વાીના સેઢે કડબના પુળા નીચે ગે. કા. વગર પાસ પરમીટે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.જે બાતમી આધારે પ્રોહી અંગે રેઇડ કરતા ઉપરોકત જગ્યાએથી વાડીના સેઢે કબના પુળા નીચે ગે. કા. પાસ પરમીટ વગર પાર્ટી સ્પેઢશ્યલ પ્રીમીયમ વ્હીસ્કી ૭પ૦ મીલીની બોટલો નંગ-૪ર૦ કી. રૂ. ૧,ર૬,૦૦૦/-ના મુદામાલ મળી આવી ગુનો કરેલ હોય બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી ધારા મુજબ જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજી. કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.