રાજયના બાળકો, દિકરીઓ, સગર્ભા બહેનો અને માતાઓને તંદુરસ્તડ બનાવવા મુખ્ય્મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ અને માર્ગદર્શન અનુસાર સમગ્ર રાજયમાં પોષણ અભિયાન-૨૦૨૦-૨૨ હાથ ધરવામાં આવ્યુંમ છે. સુપોષણ અંગે જાગૃતિ વધારવા રાજયભરમાં કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના સુઇગામ તાલુકાના મોરવાડા ખાતે રાજયના મહિલા અને બાળ વિકાસ કમિશ્નઇર શ્રીમતિ મનીષા ચંદ્રાના અધ્યનક્ષસ્થાકને આ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. મહિલા અને બાળ વિકાસ કમિશ્ન્ર શ્રીમતી મનીષા ચંદ્રાએ કહ્યું કે નાના બાળકોથી માંડીને સૌના આરોગ્યાની ચિંતા સરકારશ્રી દ્વારા કરીને વ્યામપક સુવિધાઓ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે રાજયમાં ૫૩,૦૦૦ થી વધુ આંગણવાડીઓ કાર્યરત છે તેમાં આવતા તમામ બાળકોને સમતોલ પોષણ આહાર મળે તે માટે પુરતી વ્યદવસ્થાદ છે. ઉપરાંત કિશોરીઓ, સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓની તંદુરસ્તીમ જાળવવા વિવિધ સ્વ્રૂપે પુરતો પોષણ આહાર આપવામાં આવે છે. કમિશ્નીરશ્રીએ ગ્રામજનો અને મહિલાઓને પુછયું કે તમે આંગણવાડીની મુલાકાતે જઇ આ અંગે કેટલી વાર તપાસ કરી છે.....I આંગણવાડીઓમાં જઇને આ અંગે તપાસ કરવા તેમણે ભાઇઓને પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આંગણવાડીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ અપાય છે અને અહીંથી જ બાળકના શિક્ષણ જીવનનો શુભારંભ થાય છે ત્યાકરે બાળકને નવુ જાણવાનો અને ભણવામાં રસ પડે તે માટે તેનો ઉત્સા હ વધારવા અને તંદુરસ્તીન જાળવવા આંગણવાડીની બહેનો ઉપરાંત માતા, પિતા અને પરિવાર તથા સમાજના સૌની જાગૃતિ અને સહયોગ જરૂરી હોય છે. મહિલા અને બાળ વિકાસ કમિશ્નકર શ્રીમતી મનીષા ચંદ્રાએ કહ્યું કે બાળકના ઉછેર માટે પરિવાર જાગૃત હોય તે પણ બહુ જરૂરી છે. બાળકના જન્મર પછી છ મહિના સુધી માત્ર માતાના ધાવણ ઉપર અને છ મહિના પછી ઉપરનો પુરક આહાર આપી શકાય. તેમણે કહ્યું કે આંગણવાડીની બહેનો, તેડાગર બહેનો અને આશા વર્કર બહેનો ઘેર ઘેર સર્વે કરી બાળકો, કિશોરીઓ, સગર્ભા બહેનો અને માતાઓના આરોગ્યહની તપાસ કરી તે મુજબ જરૂરી પોષણ આહાર આપી શકે છે. કૂપોષીત બાળકોની સારવાર માટે પણ સરકારશ્રી દ્વારા પુરતી વ્યીવસ્થાપ કરવામાં આવી છે. આવા બાળકોને જરૂરી તબીબી સારવાર અને પોષણ આહાર આપવામાં આવે છે. આંગણવાડીની બહેનો, તેડાગર બહેનો અને આશા વર્કર બહેનો પાસે ખુબ સારા કામની અપેક્ષા છે એમ તેમણે જણાવ્યું હતું. કમિશ્ન રશ્રીએ કહ્યું કે તંદુરસ્તબ સમાજના નિર્માણ માટે પોષણ અભિયાનને જન આંદોલનના સ્વુરૂપમાં શરૂ કરાયું છે. મહિલા અને બાળ વિકાસ કમિશ્ન ર શ્રીમતી મનીષા ચંદ્રાએ પાલક માતા પિતાઓને અભિનંદન આપતાં કહ્યું કે સમાજના આ સેવાયજ્ઞમાં આપ સૌ મહત્વાનું યોગદાન આપી સારી સમાજસેવા કરો છો. કમિશ્નારશ્રીએ જણાવ્યું કે રૂ. ૯૦૦ કરોડના ખર્ચથી માતૃશક્તિ અને પૂર્ણાશક્તિ પોષણ આહારના પેકેટ્સ બનાવવામાં આવ્યાશ છે. તંદુરસ્ત સમાજના નિર્માણ માટે સમજના સૌ સાથે મળી પ્રયાસો કરીએ એમ તેમણે ઉમેર્યુ હતું. જિલ્લાણ વિકાસ અધિકારી શ્રી અજય દહીયાએ જણાવ્યું કે તંદુરસ્તા સમાજના નિર્માણ માટે મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ દાહોદથી પોષણ અભિયાનનો પ્રારંભ કરાવ્યોજ છે. તેમણે કહ્યું કે કૂપોષીત અને અતિ કૂપોષીત બાળકોનો સર્વે કરીને દત્તક લેવામાં આવી રહ્યા છે તેમજ જરૂરી સારવાર અને પોષણ આપવા સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે કિશોરીઓમાં લોહ તત્વનની ખામી હોય તે દુર કરવા તથા સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને સમતોલ પોષણ આહાર આપીને સુરક્ષીત કરવા વ્યાથપક આયોજન અને કામગીરી કરવામાં આવે છે. બાળકોને દત્તક લેનાર માતાપિતાઓને અભિનંદન આપતાં જિલ્લાવ વિકાસ અધિકારીશ્રી અજય દહીયાએ કહ્યું કે આંગણવાડી અને બાળકના ઘરની નિયમિત મુલાકાત લઇ બાળકને કૂપોષણમાંથી બહાર લાવીએ. આંગણવાડી બહેનો, તેડાગર બહેનો અને આશાવર્કર બહેનો આવા કામ રસપૂર્વક સારી રીતે કરશે એમ તેમણે જણાવ્યુંન હતું. આ પ્રસંગે જન્મથી ૬ માસ સુધી માતાનું ધાવણ ધાવનાર બાળકોને કઠોળનું પાણી પીવડાવી અન્નપ્રાશન વિધિ કરવામાં આવી હતી. પોષણ અદાલત વિષય પર શાળાના બાળકો દ્વારા સુંદર નાટક રજૂ કરવામાં આવ્યું હતું. બાળ તંદુરસ્ત હરીફાઇના વિજેતાઓને ઇનામ વિતરણ તથા પાલક માતા-પિતાઓનું પ્રમાણપત્ર આપી મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિ. પંચાયતના સભ્ય્શ્રી દેવજીભાઇ પટેલ, અગ્રણીશ્રી બાવાભાઇ પટેલ, સરપંચશ્રી વિક્રમભાઇ ચાવડા, સુઇગામ પ્રાન્તચ અધિકારીશ્રી આર.બી. અસારી, મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી સુલોચનાબેન પટેલ, આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસરશ્રી યશવંતીબેન ચાવડા, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, સહિત અધિકારીઓ, અગ્રણીઓ, આંગણવાડી કાર્યકર બહેનો અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Saturday, February 1, 2020
New
