દિનદયાલ પોર્ટ ટ્રસ્ટના ડેપ્યુટી ચેરમેનની ઘણા લાંબા સમયથી નિયુક્ત કરવામાં આવી ન હતી જેને કારણે વહીવટી કામગીરી પર અસર પડી રહી હતી ત્યારે રેલ્વેના અધિકારી ને દિનદયાલ પોર્ટ ટ્રસ્ટના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવતા હવે સરળતાપૂર્વક કામગીરી કરી શકશે.
આ અંગે મળતી વિગત મુજબ એક પરિપત્ર દ્વારા દિનદયાલ પોર્ટ ટ્રસ્ટના ડેપ્યુટી ચેરમેન તરીકે રેલવે વિભાગના અધિકારીની પસંદગી કરી છે શિપિંગ મંત્રાલય દ્વારા આગામી પાંચ વર્ષ માટે નંદીશ શુકલાને ડેપ્યુટેશન પર નિયુક્ત કરવામાં આવ્યા છે પશ્ચિમ રેલવેના ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવતા શુક્લા 2006 બેચના આઈઆરએસ ઓફિસર છે અને ટૂંક સમયમાં જ દિનદયાલ પોર્ટ ટ્રસ્ટના ઉપાધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળે તે મનાઈ રહ્યું છે.
