કડલાના ગોડાઉનમાંથી 52.35 લાખનો ડીએપી ખાતરના જથ્થોની ચોરી - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Friday, February 7, 2020

કડલાના ગોડાઉનમાંથી 52.35 લાખનો ડીએપી ખાતરના જથ્થોની ચોરી

કંડલામાં ખાનગી શિપિંગ કંપનીના અલગ અલગ ગોડાઉનમાં જ ૫૨ લાખ ૩૫ હજારની કિંમત નો ખાતરનો જથ્થો ચોરી કરનાર છ શખ્સો સામે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે કંપની દ્વારા અલગ-અલગ ગોડાઉનમાં બેલેન્સ શીટ ની ચકાસણી કરતા ખાતર ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું  જેના પગલે કંપનીના સિક્યુરિટી ઇન્ચાર્જ એ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કંડલા મરીન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે કંડલા પોર્ટમાં ભારતીય કંપનીઓ દ્વારા  વિદેશમાંથી આયાત કરાતા કોલસો આયર્ન ફર્ટિલાઇઝર, યુરિયા, ડીએપી , સહિતનો માલસામાન કરાય છે જેનો લોડિંગ ડાઉનલોડિંગ અને ફોર્વડિંગ નું કામ રિશી શિપિંગ દ્વારા કરવામાં આવી રહ્યું છે કંપની ના કંડલા માં આવેલા એસાર ડબલ્યુ ગોડાઉનમાં રૂપિયા ૨૮ લાખ 47568 કિંમતનું 116 ટન ડીએપી ખાતર (ચાઈનીઝ જથ્થો) રાખ્યો હતો આ ઉપરાંત એલ એમ જે ગોડાઉનમા રૂપિયા 2384006 ની કિંમત નો 76 ટન ડીએપી ખાતર (સેબીક) નો જથ્થો રાખ્યો હતો જેને આરોપી પ્રશાંત સુરેશ ભટર, મહમદ અહમદ જમાલખાન, યુવરાજસિંહ ઝાલા સત્યેન્દ્ર સિંહ જાડેજા હાજી સોઢા અને અનિલ આહીર નામના શખ્સોએ ગોડાઉનમાંથી ટ્રક ટ્રેલર અને ડમ્પર મારફતે કુલ રૂપિયા 5235574 ની કિંમતનો 192 ટન ખાતરનો જથ્થો ચોરી કરીને લઇ ગયા હતા.

કંપનીના જવાબદારો દ્વારા ગોડાઉનમાં સ્ટોક ની ચકાસણી કરવામાં આવી હતી દરમિયાન બેલેન્સ શીટ આવતા મોટા પાયે ખાતરનો જથ્થો ચોરી થઈ ગયો હોવાની બહાર આવ્યું હતું જેના પગલે જ કંપનીના સિક્યુરિટી ઇન્ચાર્જ સહદેવસિંહ ભવાની સિંહ ઝાલા એ કંડલા મરીન પોલીસ મથકમાં લેખિતમાં અરજી કરી હતી બાદમાં પોલીસે ખાતરી કરી સિક્યુરિટી ઇન્ચાર્જ એ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે છ આરોપી સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે