બી ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે પડાણા ની સીમમાં રેવન્યુ સર્વે નંબર 39/1માં આવેલ શંકર ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામના બેન્સાં ને તસ્કરોએ નિશાન બનાવી બ્લોકની દિવાલના બ્લોક કાઢી અંદરથી રૂપિયા 360047 ની કિંમતના અલગ-અલગ સાઈઝના 450 લાકડાઓની ચોરી કરીને લઇ ગયા હતા કંપની જર્મની મલેશિયા અને ન્યૂઝીલેન્ડ સહિતના અલગ-અલગ દેશમાંથી લાકડાનો જથ્થો અહીં મંગાવે છે તેને ટુકડા કરીને ગુજરાત એમ જ દેશના અન્ય રાજ્યોમાં વેચવામાં આવે છે બેન્સાં ની અંદર અલગ-અલગ સાઈઝના લાકડા ઓને વેરીને રાખ્યા હતા દરમિયાન રાત્રીના તસ્કરોએ આ લાકડાનો જથ્થો ચોરી કરીને લઇ ગયા હતા આ અંગે કંપનીના માલિક વિજય કુમાર દોલતરામ બંસલ એ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Friday, February 7, 2020
New
