મુન્દ્રા મરીન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ભદ્રેશ્વર માં રહેતા જયદીપસિંહ ભરતસિંહ જાડેજા ઉંમર વર્ષ 27 પોતાના ઘરે અગમ્ય કારણોસર રૂમમાં પંખામાં પ્લાસ્ટિકની દોરી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે બીજા બનાવમાં પોલીસે જણાવ્યું હતું કે નખત્રાણા તાલુકાના મુરુ માં પિયર માં આવેલા હલુબાઈ અડ્રેમાન નોતિયાર ઉંમર વર્ષ 30 ચૂલા ઉપર રસોઈ બનાવતા હતા ત્યારે ચૂલામાં અચાનક આગ લાગતા ભડકો થયો હતો અને આખા શરીરે દાઝી ગયા હતા પ્રથમ સારવાર જી કે જનરલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ લઇ જવાયા હતા જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
