ભાવનગર સહિત નજીકના જીલ્લાઓમાંથી તડીપાર થયેલ શખ્શને એસ.ઓ.જી. પોલીસે ભાવનગર જીલ્લા જેલ પાસેથી ઝડપી પાડી આરોપી સામે હદપાર ભંગનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે ભાવનગર ઉપરાંત અમરેલી, બોટાદ, અમદાવાદ શહેર/ગ્રામ્ય જીલ્લામાંથી બે વર્ષ માટે તડીપાર થયેલ હિંમત લાભુભાઇ ચારોલીયા( ઉ.વ.૨૨ ) ( રહે, ગામ રતનપર (ગા) તા.વલ્લભીપુર જી.ભાવનગર)ને ભાવનગર જીલ્લા જેલ પાસેથી ઝડપી પાડી તેના સામે કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટની સુચના અને માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. બાવકુદાન ગઢવી તથા હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. દિલીપભાઇ ખાચર જોડાયા હતા
Wednesday, February 5, 2020
New
