ભારતીય પહેલવાન સુનીલ કુમારે એશિયાઇ કુસ્તી ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. સુનીલ કુમારે ૮૭ કિગ્રા ગ્રીકો રોમન કેટેગરીમાં ૨૭ વર્ષ પછી ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ફાઇનલમાં સુનીલ કુમારની ટક્કર કિર્ગિસ્તાનના સાલિદિનોવ સાથે થઇ હતી, જેમાં ભારતીય પહેલવાને ૫–૦થી એકતરફી જીત નોંધાવી હતી. ઉલ્લેખનીય છે ભારતને એશિયાઇ રેસલિંગ ચેમ્પિયનશીપમાં ૧૯૯૩ પછી પહેલી વાર ગોલ્ડ મેડલ મળ્યો છે. સુનીલ કુમાર પહેલા પપ્પૂ યાદવે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પહેલા ફાઇનલમાં પહોંચવા માટે પણ ભારતીય પહેલવાને સૌને ચોંકાવનારી રમતનું પ્રદર્શન કરી સેમીફાઇનલમાં કઝાકિસ્તાનના અજામત કુસ્તુબાયેવને માત આપી હતી. સેમીફાઇનલ મેચમાં ૧–૮થી પાછળ રહી ગયેલા સુનીલ કુમારે સતત ૧૧ અકં મેળવીને જીત હાંસલ કરી હતી. તેમણે શાનદાર પ્રદર્શન કરતા આ મેચ ૧૨–૮થી પોતાના નામે કરી હતી. સુનીલ કુમાર ૨૦૧૯માં પણ ફાઇનલ સુધી પહોંચ્યા હતા પરંતુ ગોલ્ડ મેડલ મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા.
Wednesday, February 19, 2020
New
