યોગ ગુ બાબા રામદેવની આગેવાનીમાં પતંજલિ સમૂહે દેશભરમાં એરપોટર્સ પર દુકાન ખોલવા માટે જેએચએસ સ્વેન્દગાર્ડ રિટેલ વેંચર્સની સાથે ભાગીદારી કરી છે. મંગળવારે જાહેર કરેલી જાહેરાતમાં આ જાણકારી આપી છે. જેએચએસ સ્વેન્દગાર્ડ લેબોરેટરીઝની અનુષંગી જેએચએસ સ્વેન્દગાર્ડ રિટેલ વેંચર્સની નવી દિલ્હી, રાયપુર અને ચંડીગઢ એરપોર્ટ પર ચાર દુકાનો છે. કંપની નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્ર્રીય ટર્મિનલ ૩ પર પાંચમી દુકાન ખોલી રહ્યા છે. આ દુકાન પંતજલિ સમૂહની સથે સંયુકત ઉધમ હેઠળ બુધવારે ખોલવામાં આવશે. આ ભાગીદારી હેઠળ કોલકત્તા, બેંગલુ અને મુંબઇ એરપોટર્સ પર પણ દુકાન ખોલવામાં આવશે. જેએચએસ સ્વેન્દગાર્ડ લેબોરેટરીજ લિમિટેડના પ્રબધં નિદેશક નિખિલ નંદાએ નિવેદનમાં કહ્યું, આ ભાગીદારી હેઠળ અમે દેશના દરેક એરપોટર્સ પર પતંજલિ સ્ટોરનો વ્યાપક નેટવર્ક સ્થાપિત કરી રહ્યા છીએ, અમારો પ્રયાસ આયુર્વેદને વૈશ્વિક સ્તર પર વધારશે અને બ્રાન્ડ પતંજલિને દરેક યાત્રીઓ માટે સુલભ કરાવશે. તેમણે કહ્યું કે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર નવી દુકાનનું ઉધ્ઘાટન કેન્દ્રીય નાગર વિમાન રાય મંત્રી હરદીપ સિંહ પુરીની હાજરીમાં કરવામાં આવશે
Wednesday, February 19, 2020
New
