ફલાઇટનું રિફંડ મેળવવાના ચકકરમાં એક લાખ ગુમાવ્યા - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Wednesday, February 19, 2020

ફલાઇટનું રિફંડ મેળવવાના ચકકરમાં એક લાખ ગુમાવ્યા


અંજાર તાલુકાના ધમણકામાં રહેતા વ્યક્તિ સુરતથી કલકત્તાની લાઈટનું રિફંડ મેળવવાના ચક્કરમાં એક લાખ રૂપિયા ગુમાવ્યા છે ઓનલાઇન પ્રક્રિયા કરાવનાર શકશે મેસેજ ફોરવર્ડ કરાવીને આ રૂપિયા ખંખેરી લીધા હતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દુબઇ પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, ધમડકા માં રહેતા ઈકબાલ હુસેન ખત્રી ઉંમર વર્ષ ૫૧ એ સુરતથી કલકત્તાની ફ્લાઇટ બુકિંગ કરાવી હતી ફ્લાઈટ કેંસલ થતા ટિકિટના રૂપિયા રિફંડ મેળવવા માટે યાત્રા એપ્લિકેશનના હેલ્પલાઇન નંબર શોધીને તેની ઉપર ફોન કર્યો હતો અને સામે રાકેશ શર્મા નામના હિંદીભાષી શખ્સે ઈકબાલભાઈ ખત્રી પાસે પીએનઆર નંબર માંગીને તમારું રિફંડ હોલ્ડ ઉપર છે હું કહું તે પ્રમાણે મેસેજ ફોરવર્ડ કરો અને ડેસ્કએપ ડાઉનલોડ કરવાનું કહેતા ઈકબાલભાઈ સોફ્ટવેર ડાઉનલોડ કર્યું હતું અને આરોપી રાકેશ શર્માએ અન્ય એક નંબર દીધા હતા તેની ઉપર તમામ મેસેજ ફોરવર્ડ કરવાનું કહ્યું હતું, જેના પગલે ઈકબાલભાઈ તે નંબર ઉપર મેસેજ ફોરવર્ડ કરતા તેમના ખાતામાં એક પછી એક ટ્રાન્જેક્શન થવા લાગ્યા હતા અને નવ ટ્રાન્ઝેક્શનમાં ૯૯૯૯૦ રૂપિયા ખાતામાંથી ઉપડી ગયા હતા આરોપી ઠગાઈ કરી રહ્યો હોવાની ખબર પડતાં ઈકબાલભાઈ ખત્રીએ ફોન કટ કર્યો હતો ત્યાં સુધીમાં તો ખાતા માંથી એક લાખ રૂપિયા ઉપડી ગયા હતા ઈકબાલભાઈ ખત્રી નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે