પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા, ભુજના ધારાસભ્ય નિમાબેન આચાર્ય મોરબી કોર્ટની મુદતે હાજર રહ્યા - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Wednesday, February 19, 2020

પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા, ભુજના ધારાસભ્ય નિમાબેન આચાર્ય મોરબી કોર્ટની મુદતે હાજર રહ્યા

વર્ષ ૨૦૦૯ માં લોકસભા ચુંટણી સમયે મતદારોને રીઝવવા લોભામણી જાહેરાત કરવામાં આવી હોય જે મામલે મોરબીના પૂર્વ ધારાસભ્ય, ભુજના વર્તમાન ધારાસભ્ય અને પાસ કન્વીનરને વર્ષ ૨૦૧૮ માં કોર્ટે એક વર્ષની સજા ફટકારી હોય જેની અપીલ ચાલતી હોય જે અંગે કોર્ટની મુદતમાં આજે મહાનુભાવો કોર્ટમાં હાજર રહ્યા હતા. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ૨૦૦૯માં લોકસભાની ચુંટણીમાં કચ્છ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પુનમબેન જાટના સમર્થનમાં મોરબીમાં ભાજપનું કાર્યકર સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જીલ્લા પાસ કન્વીનર મનોજ પનારા અને ભુજના વર્તમાન ધારાસભ્ય નીમાબેન આચાર્યએ સભા દરમિયાન જે વોર્ડમાં વધારે મત મળે તે વોર્ડને ઇનામ આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી જે મામલે આચાર સંહિતા ભંગ અને જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધાઈ હતી અને આ અંગેનો કેસ ચાલી જતા કોર્ટે જાહેરનામાં ભંગ બદલ ત્રણેયને નિર્દોષ છોડ્યા હતા જયારે આચારસંહિતા ભંગ બદલ દોષિત ઠેરવી કાન્તીભાઈ અમૃતિયા, મનોજ પનારા અને નીમાબેન આચાર્યને એક વર્ષની સજા અને ૧૦૦૦-૧૦૦૦ રૂપિયા દંડનો હુકમ કરવામાં આવ્યો હતો ફેબ્રુઆરી ૨૦૧૮ માં કોર્ટે સજાનો હુકમ આપ્યો હતો અને મોરબીની નીચલી અદાલતના હુકમ સામે સ્ટે મેળવીને તેમજ જામીન મેળવ્યા બાદ ત્રણેય દ્વારા મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં અપીલ કરવામાં આવી છે જેની આજે મુદત હોવાથી નીમાબેન આચાર્ય, કાન્તીભાઈ અમૃતિયા અને મનોજ પનારા કોર્ટમાં હાજર રહ્યા હતા અને આગામી તા. ૨૪-૦૨ ની મુદત પડી હોવાનું કોર્ટના સુત્રોમાંથી જાણવા મળ્યું છે.