કચ્છમાં જુગાર રમતા ૨૩ સખ્સો એક લાખની રોકડ સાથે ઝડપાયા - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Monday, February 17, 2020

કચ્છમાં જુગાર રમતા ૨૩ સખ્સો એક લાખની રોકડ સાથે ઝડપાયા

પશ્ચિમ કચ્છના વડવારા અને ભુજ તાલુકાના કુનરીયા તેમજ પૂર્વ કચ્છના કંડલા પોલીસ મથક હેઠળ આવતા મીઠા પોર્ટમાં ગંજી પાનાનો હારજીતનો જુગાર રમતા ૨૩ સખ્સો ને  એક લાખની રોકડ સાથે ઝડપી પાડયા હતા.

પધ્ધર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે વડવારા ગામની સીમમાં ગંજીપાના નો હારજીતનો જુગાર રમતા હારુંન બુઢા બાફણ, હનીફ ભચુ સોઢા વિનોદ બાબા લાલ દરજી રાજુ વેલજી દેવીપુજક રમજુ કાસમ બાફણ , ધનજી ઝંખું મહેશ્વરી રમેશ અમથુ દેવીપુજક સુલેમાન ઈસ્માઈલ કુંભાર અને જખું દેવા કોલીને રોકડા રૂ ૮૦૦૦૦ મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા એક લાખ ચાર હજારના મુદ્દામાલ સાથે તમને ઝડપી પાડયા હતા.

બીજા બનાવમાં ભુજ બી ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે ગુજરાતી કુનરીયા માં ગંજી પાનાનો હારજીતનો જુગાર રમતા કરસન રવા ખાસા અરજણ જીવા વાણીયા કાંતી ભુરા ગરવા અરજણ કાળા ગાંગલ, વિશ્રામ વેલા કેરાસિયા લખુ અલુ કોલી, હરજી વાલજી કોલી, મામદ અધા  મોખા અને શામજી બુઢા કોલી ને રોકડા રૂપિયા 12700 સાથે ઝડપી પાડયા હતા.

ત્રીજા બનાવમાં કંડલા પોલીસ વિગતો આપતા જણાવ્યું હતું કે જૂનાગઢના મીઠા પોટ વિસ્તારમાં ગંજીપાના નો હારજીતનો જુગાર રમતા હારુન આમદ ટાંક સલીમ નુરમામદ સાલર અને મહંમદ સિદ્દીક કકલ ને રોકડા રૂપિયા 10160 સાથે ઝડપી પાડયા હતા.