અંજાર નગરપાલિકા દ્રારા રખડતા ઢોર પકડવાની ઝુંબેશ જોરશોરથી ચાલી રહી છે. પ્રમુખ રાજેશભાઇ વી.ઠકકર, ઉપપ્રમુખ ધર્મિાબેન એસ.ખાંડેકા, કારોબારી સમિતિ ચેરમેન કેશવજીભાઇ કે.સોરઠીયા, શાસકપક્ષના નેતા ડેનીભાઇ આર.શાહ, જાહેર આરોગ્ય સમિતિ ચેરમેન દિપકભાઇ આર.આહિર, ચીફ ઓફિસર સંજયભાઇ એમ.પટેલના સંયુકત આદેશ અનુસાર કચેરી અધિક્ષક ખીમજીભાઇ પાલુભાઇ સિંઘવની સીધી દેખરેખ હેઠળ સેની ઇન્સ્પેકટર તેજપાલભાઇ લોચાણી નગરપાલિકાના સ્ટાફ દ્રારા આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રાત્રી દરમિયાન ચાલતી આ ઝુંબેશમાં સંવેદના ગ્રુપના દિનેશભાઇ સી.ઠકકરનો સહયોગ સાંપડી રહ્યો છે.
અંજાર શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી અત્યાર સુધી ૪૨૧ જેટલા આખલા પકડી પાડવામાં આવ્યા હતાં. જે સંવેદના ગ્રુપ સંચાલિત સંવેદના ગૌસેવા નંદી શાળાને સુપ્રત કરવામાં આવેલ છે. આ ઉપરાંત અંજાર શહેરના જુદા જુદા વિસ્તારોમાં જાહેરમાં વેંચાતા રંજકા સહિતનો લીલો ચારો પકડી પાડવાની કામગીરી પણ ચાલી રહી છે. પકડી પાડવામાં આવતા, ચારાનો જથ્થો પણ અંજાર નગરપાલિકા દ્રારા સંવેદના ગ્રુપ દ્રારા ચાલતી નંદીશાળામાં જમા કરાવી દેવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના વિવિધ વિસ્તારોમાંથી આખલા પકડવાની કામગીરી ચાલી રહી છે. તેના કારણે શહેરીજનોમાં પ્રસન્નતાની લાગણી ફેલાઇ છે અને નગરપાલિકાની આ કામગીરી બદલ અભિનંદન પણ મળી રહ્યા છે
