વીડિમા પરિવારજનો પોલીસ ઉપર હુમલો કરીને આરોપી છોડાવી ગયા - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Monday, February 17, 2020

વીડિમા પરિવારજનો પોલીસ ઉપર હુમલો કરીને આરોપી છોડાવી ગયા

અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે પોલીસ મથકમાં ફરજ બજાવતા દિલીપભાઈ ચૌધરી અને હેડ કોસ્ટેબલ જયુ ભા જાડેજા એક ગુનામાં નાસતા ફરતા આરોપી માવજી ઉર્ફે સારંગ રામજી કોલી ને પકડવા માટે વિડી ના કોલીવાસ  ગયા હતા અને આરોપી માવજી ને પકડી ને પોલીસની જીપ પર બેસાડતા ત્યારે આરોપીએ બૂમાબૂમ કરીને તેના પરિવારના સભ્યો ને બોલાવતા માવજી ના પત્ની નંદુ બેન માવજી નો દીકરો કપિલ અને માવજી ની દીકરી એ બહાર આવીને પોલીસ સાથે ઝપાઝપી કરી હતી દરમિયાન આરોપી માવજી એ દિલીપભાઈ ચૌધરીના નાક ઉપર માર માર્યો હતો અને ઝપાઝપી દરમિયાન આરોપી નાસી ગયો હતો અને જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.