આડેસર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન દારૂ ભરેલો ટેમ્પો આવી રહી હોવાની બાકી મળતા આડેસર ચેકપોસ્ટ ધોરીમાર્ગ ઉપર વોચ ગોઠવીને મળેલી બાતમી મુજબ ટેમ્પા નંબર એમ.એચ 04 એચડી 58 41 ને રોકી તલાશી લેતાં અંદરથી ૨૮ લાખ બાર હજાર છસો ની કિંમતનો અલગ-અલગ બ્રાન્ડનો 7728 બોટલ અંગ્રેજી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે આ દારૂનો જથ્થો અને આઇસર ટેમ્પો મોબાઈલ રોકડ રકમ સહિત કુલ રૂપિયા ૩૮ લાખ 22850 ના મુદ્દામાલ સાથે આરોપી માલારામ વરિંગારામ બિશ્નોઇ ઉમર વર્ષ 37 રહે કરવાડા જિલ્લો જાલોર રાજસ્થાન ને પકડી પાડ્યો હતો જ્યારે આરોપી વિરમ દુર્ગારામ બ્રાહ્મણ અને અથવા આપનાર સહિત બે શખ્સો પોલીસના હાથમાં આવ્યા નથી પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Monday, February 17, 2020
New
