જીલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ મથકના પીએસઆઈ આર બી ટાપરીયા, અનિલભાઈ ભટ્ટ, હિતેશભાઈ ચાવડા, હિતેશભાઈ વી ચાવડા, યોગીરજિસંહ જાડેજા અને શૈલેશ પટેલ સહિતની ટીમ વાંકાનેર મોરબી હાઈવે પર મકનસર ગામના પાટિયા પાસે પેટ્રોલિંગમાં હોય દરમિયાન ખાનગી બાતમીને આધારે વાંકાનેર તરફથી આવતી સફેદ કલરની મહિન્દ્રા અકિલા બોલેરો પીકઅપને આંતરી તલાશી લેતા પ્લાસ્ટીકના બાચકા નંગ ૧૪ જેમાં દેશી દારૂ લીટર ૭૦૦ કીમત રૂ ૧૪,૦૦૦ નો મુદામાલ મળી આવતા દારૂનો જથ્થો તેમજ બોલેરો પીકઅપ કીમત રૂ ૩ લાખ સહીત કુલ રૂ ૩.૧૪ લાખના મુદામાલ સાથે આરોપી વાલાભાઈ ઉર્ફે લાલભાઈ કમાભાઈ મોરી રબારી (ઉ.વ.૨૦) રહે જાનીવડલા તા. ચોટીલા વાળાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
