ભુજમાં 30 લાખ રુદ્રાક્ષનું શિવલિંગ શિવ મહાપુરાણનું બનશે મુખ્ય આકર્ષણ - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Tuesday, February 4, 2020

ભુજમાં 30 લાખ રુદ્રાક્ષનું શિવલિંગ શિવ મહાપુરાણનું બનશે મુખ્ય આકર્ષણ

દેવાધિદેવ મહાદેવની શિવ મહાપુરાણ કથા આગામી તારીખ 21ના મહા શિવરાત્રીથી ભુજ મિરજાપર રોડ સ્થિત ‘કૈલાશ માનસરોવર ધામ’ ખાતે શરૂ થઇ રહી છે. જે ધાર્મિક કાર્યક્રમમાં સવા 35 ફૂટ ઊંચા અને 30 લાખ રૂદ્રાક્ષમાંથી નિર્માણ થઇ રહેલા શિવલિંગ મુખ્ય આકર્ષણ બનશે.
ભુજ ખાતે કથા સ્થળે પત્રકાર પરિષદને સંબોધતા કથાકાર બટુકભાઈ વ્યાસે શિવ મહાપુરાણના આયોજન અંગે પ્રકાશ પાડતા કહ્યું કે, ૩૩ વર્ષથી શિવજીની કથા તેઓએ અનેક પ્રદેશમાં કરી છે. કચ્છના મથક ભુજ ખાતે પ્રથમ વખત યોજાતી આ કથામાં શિવ મહાપુરાણ ઉપરાંત દરરોજ મહારુદ્ર યજ્ઞ, સમૂહ રુદ્રાભિષેક તેમજ મહા આરતીનું દરરોજ આયોજન કરવામાં આવ્યું છે. રુદ્રાક્ષ સ્વયં શિવ છે, ત્યારે એકસાથે 30 લાખ રુદ્રાક્ષનું અભિષેક કરવામાં આવે તો અનેકગણું પુણ્ય મળે. અને આ લાભ કચ્છની જનતાને મળવાનો છે.
રુદ્રાક્ષના આ મહાશિવલિંગ સૌપ્રથમ વખત બની રહ્યા છે, જે વિશ્વમાં સંભવિત પ્રથમ છે. અગાઉ ચાર વખત લિમ્કા બુક ઓફ રેકર્ડઝમાં નામ નોંધાવનાર શિવલિંગ મહતમ 25 લાખ રુદ્રાક્ષથી બનાવાયા હતા. જયારે 30 લાખથી સૌપ્રથમ નિર્માણ થઇ રહ્યું છે.
રુદ્રાક્ષ મહા શિવલિંગ સમિતિ વતી માહિતી આપતા ઇશ્વરગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, દાતાઓના સહયોગથી જયનગર બસ સ્ટેન્ડ સામે આ ધાર્મિક કાર્યક્રમ 19 તારીખથી શરૂ થશે. 21 ફેબ્રુઆરીથી કથા શરૂ થશે. સવા 35 ફૂટ ઊંચા રુદ્રાક્ષ મહાશિવલિંગ દર્શન અભિષેક, શિવ મહાપુરાણ કથા, સમૂહ રુદ્રાભિષેક, હોમાત્મક મહારુદ્ર યજ્ઞ, 108 દીવડાની મહાઆરતી તથા વિવિધ સામાજિક સંસ્કૃતિક કાર્યક્રમમાં સમસ્ત કચ્છ જીલ્લાના ધર્મપ્રેમી ભાઈઓ-બહેનોને લાભ લેવા આમંત્રણ આપ્યું હતું. દરરોજ બપોરે ૩.૦૦ થી 6.૦૦ વ્યાસપીઠ પરથી શિવ કથાકાર બટુકભાઈ વ્યાસ, ધરમપુરવાળા કથામૃતનું રસપાન કરાવશે. ભુજમાં શરૂ થઇ રહેલા કથાનું સોમવારે સવારે વિધિવત ધ્વજારોહણ કરી જાહેરાત કરાઈ હતી.