કચ્છના અંજાર નજીક પીઆઇનાં સાળાએ પીએસઆઇ સામે હવામાં ફાયરીંગ કરતાં પોલીસમાં ફરીયાદ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ અંજારના ખેડોઇ-ચંદીયા રોડ પર માધવનગર જવાના રસ્તે માત્ર રસ્તા પરથી ગાડી હટાવવા જેવી સામાન્ય બાબતે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેમાં રાજકોટ રૂરલના જેતપુર પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા અને હાલે કમાન્ડો ટ્રેનીંગ હોઇ રજા પર આવેલા પીએસઆઇને ડરાવવા ખેડોઇના માથાભારે શખ્સ દ્વારા હવામાં ફાયરીંગ કરી ૩ લોકોને બેલ્ટથી માર મારવામાં આવતો ફરીયાદ નોંધાવવામાં આવી હતી. મુન્દ્રા તાલુકાના અકીલા બડગા ગામે રહેતા ગોપાલભાઇ રામજીભાઇ ચાવડાની ફરીયાદ મુજબ અંજાર તાલુકાના ખેડોઇના માધવનગરમાં રહેતા શકિતસિંહ ભરતસિંહ સરવૈયા તથા કુલદિપસિંહ ભરતસિંહ સરવૈયાએ ફરીયાદીને અપશબ્દો બોલી ઝપાઝપી કરી હતી. તેમજ ફરીયાદી સાથે રહેલા શંભુભાઇને બેલ્ટ વડે માર મારી ઇજાઓ કરી હતી. તેમજ પીએસઆઇ રામજીભાઇ લખુભાઇ ગોયલની બ્રેઝા કારને આરોપીઓએ પોતાની કાર ભટકાડી ગાડીમાં નુકશાન કરી આરોપી કુલદીપસિંહ નરપતસિંહ જાડેજાએ બંદુકથી હવામાં ફાયરિંગ કરી આરોપી જયપાલસિંહ ખુમાનસિંહ જાડેજાએ પીએસઆઇ રામજીભાઇને ગાળો દીધાની ફરીયાદ નોંધાઇ છે.
Tuesday, February 4, 2020
New
