ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના સેક્ટર 7 શોપિંગ સેન્ટર પાસે સુરજભાઈ ખીમજીભાઈ સારુ ની પુત્રી અને તેના ભાઈનો પુત્ર રમતા હતા ત્યારે તરુણ પૂનમ ધેડા ત્યાંથી બુલેટ લઈને નીકળ્યો હતો અને ફૂલ સ્પીડમાં બુલેટ ચલાવતા બંને ભાઈ-બહેનની ઈજાઓ પહોંચી હતી તે મામલે આરોપી તરુણ પૂનમ ધેડા ને ઠપકો આપતા આરોપી પૂનમ પરબત ધેડા ધીરજ પ્રેમજી ધેડા નવીન પરબત ધેડા અશોક ઉર્ફે આશલો પરબત, રાજેશ નાગશી ધેડા, સંજય નાકશી ધેડા, રમીલાબેન પૂનમ પરબત ધેડા એ આવીને તલવાર લાકડી જેવા હથિયારોથી હુમલો કરીને માર માર્યો હતો અને એક સોનાની ચેન ની લૂંટ કરી ગયા હતા.
તો સામા પક્ષે પૂનમ પરબત ધેડા એ ફરિયાદ નોંધાવી છે કે આરોપી પંકજ મોહન થારું નિતીન મોહન થારું ખીમજી મંગા થારું, ચંપાબેન ખીમજી થારું, કિશન રાયસી દેવરીયા રાધાબેન ઉર્ફે રાજુબેન કિશન દેવરીયા, સુરેશ ખીમજી થારુ, ભરત ખીમજી થારું એ ઘાતક હથિયારોથી હુમલો કરીને ફરિયાદી તેમજ સાહેદો ને માર માર્યો હતો અને રૂપિયા 28000 ની કિંમત સોનાના ચેનની લૂંટ કરી ગયા હતા બંને પક્ષે થયેલી સામસામી મારામારીમાં ચાર થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી બંને પક્ષોએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
