મુન્દ્રા પ્લાન્ટ બંધ કરવાની ટાટા પાવરની ચેતવણી - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Friday, February 28, 2020

મુન્દ્રા પ્લાન્ટ બંધ કરવાની ટાટા પાવરની ચેતવણી


ગુજરાતમાં મુન્દ્રા ખાતે દેશના સૌથી મોટા પાવર પ્લાન્ટનું સંચાલન કરતી ટાટા પાવરે ચેતવણી આપી છે કે તેને ટેરિફ વધારવા નહીં દેવાય તો માર્ચ મહિનાથી પાંચ રાયને અપાતો વીજ પુરવઠો બંધ કરી દેવાશે. ટાટા પાવરને આ યુનિટમાં ચાલુ વર્ષમાં રૂા.૧,૦૦૦ કરોડની ખોટ જવાની શકયતા છે. તેણે ગુજરાત, હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને મહારાષ્ટ્ર્રની સરકારી વીજ વિતરણ કંપનીઓને નોટિસ આપી છે. સૂત્રોએ જણાવ્યું છે કે, ટાટા પાવરે રાયોને જણાવ્યું છે કે ઈંધણના ખર્ચમાં થયેલો વધારો ગ્રાહકો પર લાદવા નહીં દેવાય તો તે પાવર પ્લાન્ટનું સંચાલન નહીં કરી શકે. ટાટા પાવરની પ્રવકતાએ જણાવ્યું કે, અમે વીજ વિતરણ કંપનીઓને લખ્યું છે કે અમારી માગણી અંગે કોઈ હકારાત્મક પ્રતિભાવ નહીં મળે તો અમારે કામગીરી બંધ કરવા વિચારવું પડશે. એમ અમે નથી કહ્યું કે કામગીરી બંધ થઈ જશે. અમારો પ્રયાસ છે કે પરસ્પર સ્વીકાર્ય ઉકેલ આવે. અમે આ માટે લાંબો સમય રાહ જોઈ છે અને હવે ખોટ વધતી જાય છે. અમને આશા છે કે રાયો આ અંગે ઝડપથી પગલાં લેશે. આ હિલચાલના કારણે રાય સરકારો પર દબાણ વધ્યું છે.