મુંદરા : તાલુકાના
પ્રાગપર ચોકડી પાસેથી પોલીસે છરી સાથે એક શખ્સને ઝડપી લીધો છે આગામી હોળી-ધુળેટીના
તહેવારોને અનુલક્ષીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મુંદરા પોલીસ સ્ટાફ
પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પ્રાગપર ચોકડી પાસેથી અભુભખર અલીઅસગર સૈયદ (ઉ.વ. ર૦)
(રહે. મૂળ ખત્રી ખડીયા, મદિનાનગર, વોર્ડ-૬,
અંજાર, હાલે રહે. મોટા આસંબિયા તા.માંડવી)ને
છરી સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ જી.પી.એક્ટની કલમ ૧૩પ મુજબ
ફરિયાદ નોંધીને મુંદરા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
Friday, February 28, 2020
New
