ભચાઉ
તાલુકાના નાની ચિરઈ પેટ્રોલ પંપ સામેથી કોઈ અજાણ્યા ચોર શખ્સો રૂપિયા એક લાખની
કિંમતના બુલેટ ની ચોરી કરીને લઇ ગયા હોવાની ફરિયાદ નોંધાઇ છે. ભચાઉ પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે નાની
ચીરઇ ભારત પેટ્રોલ પંપ સામે રોડ ઉપર શિવેન્દ્રપાલસિંઘ દેવેન્દ્રસિંઘ
સિંધ એ પોતાનું રૂપિયા એક લાખની કિંમતનું બુલેટ નંબર જીજે.12.સીએસ.1980 પાર્ક
કર્યું હતું જે કોઈ ચોર ચોરી કરીને લઈ ગયો હતો આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ
હાથ ધરી છે.
Tuesday, February 25, 2020
New
