સામખીયાળી ટોલનાકાથી માખેલ ટોલનાકા વચ્ચે તસ્કરોએ
ટ્રક અને નિશાન બનાવીને ટ્રકમાંથી રૂપિયા એક લાખ હજાર હજારની કિંમતના સોયાબીન તેલ
ના ડબ્બા ભરેલા બોક્સ ચોરી કરીને લઈ ગયાની ફરિયાદ નોંધાઇ છે. રાપર તાલુકાના આડેસર પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ
રાજસ્થાનના રહેવાસી ડ્રાઇવર ડાલુરામ ટિકમાંરામ જાટ ગાંધીધામ તાલુકાના મીઠીરોહર
નજીક આવેલી ભારત ફૂડ કંપનીમાંથી સોયાબીન તેલ ના ડબ્બા ભરેલા બોક્ષ લઈને નીકળ્યા
હતા ત્યારે સામખીયાળી ટોલનાકા થી માખેલ ટોલનાકા વચ્ચે અજાણ્યા શખ્સોએ ટ્રક અને
નિશાન બનાવીને ચાલુ ટ્રક એક રૂપિયા એક લાખ અઢાર હજાર 386 કિંમતના સોયાબીન તેલ ના ડબ્બા ભરેલા 35 બોક્સ ચોરી કરીને લઈ ગયા હતા આ અંગે નોંધાયેલી
ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Tuesday, February 25, 2020
New
