કચ્છમાં હોળીની જ્વાળામાં પણ મોંઘવારી, 100 છાણાના 80 રૂપિયા ભાવ થઈ ગયા - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Tuesday, February 25, 2020

કચ્છમાં હોળીની જ્વાળામાં પણ મોંઘવારી, 100 છાણાના 80 રૂપિયા ભાવ થઈ ગયા


ભારતના દરેક રાજ્યોની પોતાની આગવી સંસ્કૃતી, લોકજીવન અને તહેવારો છે. કેટલા બધા ભિન્ન-ભિન્ન રંગો છે. આમ આ દેશ અનેક રંગોના સમુહના રંગે રંગાયો છે. કચ્છમાં સંરક્ષણના તેમજ છેલ્લા બે દાયકાથી ઔદ્યોગિકરણના લીધે અલગ-અલગ રાજ્યોમાંથી લોકો અહીં સ્થાયી થતા જાણે કે નાનું ભારત રચાયું છે અને તેથી જ જિલ્લામાં તમામ પ્રસંગો, તહેવારો વિવિધ રીતે ઉજવાય છે. ૧૦ માર્ચના ફાગણી પુનમના હુતાશણીના પર્વ પ્રસંગે હોલીકા દહન માટેની તૈયારીઓ શરૂ કરાઈ છે. જેના માટેના છાણા રૂ.૭૦ પ્રતિ ૧૦૦ નંગ પ્રમાણેના ભાવ બોલાઈ રહ્યા છે. રાંધણગેસ, કેરોસીન, પેટ્રોલ, ડીઝલ જેવા ઈંધણોના ભાવની અગન જવાળાઓ લોકોને દઝાડી રહી છે ત્યારે બળતણનો પર્યાય બની શકે તેવા છાણાનો ઉપયોગ શહેરી જનજીવનમાં હોલીકા દહન પુરતો જ રહી ગયો છે. હોળીના તહેવાર નજીક આવતા છાણા બજાર પણ ગરમ રહે છે. પરંતુ ચાલુ સાલે વધુ ભાવ ચુકવવા પડે તો નવાઈ નહિ. મો માંગ્યા ભાવ ન મળતા હોવાનું છાણા બનાવીને વેંચતી બહેનોએ કહ્યું કે કાયમી ગ્રાહકો હોવાનું કહી ઓછા ભાવે છાણા માંગે છે અને શરમા-શરમીમાં ના પણ નથી પાડી શકાતી.  દિવાળી આસપાસ એટલે કે ચારથી પાંચ માસ અગાઉ જ વહેલી સવારે ગાયનું છાણ એકઠું કરવા શહેરની ગલીઓમાં ફરવું પડે છે. તેમ છેલ્લા ઘણા વર્ષોથી છાણા બનાવતા વડિલ માજીએ જણાવ્યું હતું. હોળી પહેલા ૪૦,૦૦૦થી વધુ છાણાનું વેંચાણ થઈ જાય છે. આ વ્યવસાય સાથે સંકળાયેલા દલિત અને મુસ્લિમ સમાજની બહેનોએ હાલમાં વધી રહેલા ગૌ હત્યાના બનાવો અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હિન્દુઓ માટે પુજનીય અને અમારા માટે રોજીરોટી રળી આપતી ગાય માતા સાથે આવું ઘાતકી કૃત્ય કરનારા સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
'હોળીના હોડાયા દયો, માથે વીસ છાણા દયો'
હોળીના આગમન સાથે જ શેરીઓમાં ગલીઓમાં આવું સાંભળવા મળતા સાંજના ફુરસદના સમયે નાના છોકરાઓની ટોળકી નીકળી પડતી અને ઘરેઘરે ફરી હોળી માટે છાણા એકઠા કરતા. પરંતુ આધુનિક યુગમાં ફુરસદનો સમય ટીવી-મોબાઈલ એ લઈ લીધો હોઈ શહેરોમાં આ બધુ ભુલાતું જાય છે. પરંતુ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં આ પરંપરા હજુપણ ચાલુ છે.