સામખિયાળી-મોરબી હાઈવે ઉપર બેકાબૂ ટ્રક યુવાનને અડફેટે લેતા કરૂણ મોત નીપજયું - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Tuesday, February 25, 2020

સામખિયાળી-મોરબી હાઈવે ઉપર બેકાબૂ ટ્રક યુવાનને અડફેટે લેતા કરૂણ મોત નીપજયું


સામખયારીથી મોરબી હાઈવે હોટલ કમ્પાઉન્ડમાં ખુરશી ઉપર બેઠેલા યુવાન ઉપર બેકાબૂ ટ્રક ચડી જતા ગંભીર હાલતમાં યુવાનનું મૃત્યુ નિપજયું હતું. લાકડીયા પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે સામખિયાળી-મોરબી હાઇવે ઉપર આસુવીરા હોટલમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા હુકમાંરામ ઉર્ફે હરિરામ લાખારામ દેવાસી હોટેલ કમ્પાઉન્ડમાં પંચર ની દુકાન પાસે ખુરશી ઉપર બેઠા હતા ત્યારે ટ્રક નંબર જીજે. 32. ટી. 6138 ચાલકે કે પોતાની ટ્રક બેદરકારીથી ચલાવીને હુકમાંરામ દેવાંશીને હડફેટે લેતાં ગંભીર હાલતમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું આ અંગે તેમના કુટુંબી ભાઇઓ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.