ગાંધીધામ
તાલુકાના કિડાણામાં બે જૂથ સામસામે આવી જતા મારામારી થઇ હતી જેમાં આશરે ચાર
વ્યક્તિઓને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા ગામમાં કોઈ અનિચ્છનીય
બનાવ ન બને અને વાતાવરણ ડહોળાય ની તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો
અને ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીધામ બી ડિવિઝન મથકે સારુંબાઇ હુસેન મમણ એ
ફરિયાદ નોંધાવી છે કે આરોપી સંભુ ઉર્ફે પાલું, કાર્તિક
શંભુ, રમેશ ઉર્ફે
બાપુ, નગરશેઠ
તરીકે ઓળખાતો સખ્સ,ખીમો આહીર, અને તેની સાથેના અન્ય ૧૦ શખ્સોએ ગાળો આપી
લાકડી પાઈપ જેવા હથિયારોથી હુમલો કરીને ઈજાઓ પહોંચાડી હતી સૂત્રોનું માનીએ તો
અગાઉની માથાકૂટમાં આ મારામારી થઈ હતી સામાપક્ષે વિકાસ જખૂ જરું એ ફરિયાદ નોંધાવી
છે કે, અસગર કાસમ, ફિરોજ ગોગા ઉર્ફે હુસેન મામણ એ અમારા ચોકમાં
ચા પીવા નહીં આવવાનું છે તેમ કહીને ધાક-ધમકી કરીને હુમલો કરી સાહેદોને માર માર્યો
હતો અને ઇજાઓ પહોંચાડી હતી પોલીસે બંને પક્ષોએ નોંધાવેલી ફરિયાદના આધારે ગુનો નોંધીને
તપાસ હાથ ધરી છે. આ મારામારીનાં બનાવથી અન્ય કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને વાતાવરણ
ડહોળાય તે માટે પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને બંને પક્ષોની ફરિયાદ બાદ
પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
Tuesday, February 25, 2020
New
