પોરબંદર જિલ્લામાં તંત્ર અને પાલક વાલીઓ સહિત સૌના સહકારથી નબળા ૨૧૪ બાળકોને સ્વસ્થ બનાવવા મિશન મોડમાં કામ કરીએ -પ્રભારી સચિવ શ્રી એમ.જે.ઠકકર - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Saturday, February 1, 2020

પોરબંદર જિલ્લામાં તંત્ર અને પાલક વાલીઓ સહિત સૌના સહકારથી નબળા ૨૧૪ બાળકોને સ્વસ્થ બનાવવા મિશન મોડમાં કામ કરીએ -પ્રભારી સચિવ શ્રી એમ.જે.ઠકકર

ચૌટા ગામમાં બાળ પોષણ અભિયાનમાં માર્ગદર્શન આપતા પ્રભારી સચિવ પોરબંદર તા.૩૧, રાજ્યમાં એકપણ બાળક કુપોષિત ન રહે તે માટે સ્વસ્થ સમાજના નિર્માણ અર્થે રાજ્ય સરકારે ગુજરાત પોષણ અભિયાનનો પ્રારંભ કર્યો છે. પોરબંદર જિલ્લામાં શરૂ થયેલા આ અભિયાનમાં સતત બીજા દિવસે ઉપસ્થિત રહેલા પ્રભારી સચિવશ્રી એમ.જે.ઠક્કરે પોરબંદર જિલ્લાનાં વિવિધ ગામોનાં આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લઇને ચૌટા ગામમાં પોષણ અભિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કહ્યુ કે, પોરબંદર જિલ્લાની તમામ ૪૮૯ આંગણવાડી કેન્દ્રોમાં માત્ર ૨૧૪ બાળકો અલ્પપોષિત છે. આ તમામ કુપોષિત બાળકોને એક વર્ષની અંદર પોષિત કરીને પોરબંદર જિલ્લાને સ્વસ્થ અને તંદુરસ્ત જિલ્લો બનાવવો છે. પ્રભારી સચિવશ્રીએ આ પ્રસંગે વધુમાં જણાવ્યું હતું કે શારીરિક રીતે નબળા આ બાળને તંદુરસ્ત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેમાં જો ગામલોકોનો પણ સહકાર મળી રહે તો આપણે લક્ષિત કરેલા સમય કરતા પણ વહેલાસર આ બાળકોને સ્વસ્થ બનાવી શકીશું. પ્રભારી સચિવ શ્રી એ વધુમાં કહ્યું કે આ એક સામાજિક સેવા અને સામાજિક દાયિત્વ નુ પણ કામ છે . ગુજરાત ના તમામ બાળકોને કુપોષિત મૂક્ત બનાવવા અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ શરૂ કરેલા પોષણ અભિયાનને ખરા અર્થમાં આપણે સાર્થક કરવુ છે તેમ જણાવીને સમાજ શ્રેષ્ઠીઓ નબળા બાળકના પાલક બને અને સરકારની યોજનાઓનો તેમને પૂરેપૂરો લાભ મળે તે માટે જાગૃત રહે, વાલીઓ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લે તો પણ ગામમાં એક પણ કુપોષિત રહેશે નહી . બાળકોને લીલા શાકભાજી ,વિટામિન યુક્ત ખોરાક, દેશી ખોરાક તેમજ તેની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે પણ જાગૃત રહેવા અને બિમારી વખતે યોગ્ય સારવાર કરાવવા પણ જણાવ્યું હતું. જિલ્લામાં માતા મરણદર અને બાળ મરણદર વધુને વધુ ઘટે તેવા પ્રયત્નો સરકાર દ્રારા કરવામાં આવે છે. પ્રભારી સચિવે વધુમાં કહ્યુ કે, પોષણ અભિયાનમાં મુખ્ય યોગદાન પાલક વાલીઓનુ છે. પોરબંદર જિલ્લાનું એક પણ બાળક લાલ કે પીળા ઝોનમાં ન રહે અને સમસ્ત પોરબંદર જિલ્લો તંદુરસ્ત રહે તે માટે રાજ્ય સરકાર જિલ્લા તંત્ર સાથે સતત સંપર્કમાં રહે છે. તથા જિલ્લાના અધિકારીશ્રીઓ પણ કુપોષિત બાળકોને પોષિત બનાવવા દત્તક લે તેવો અનુરોધ કર્યો હતો. પોષણ અભિયાનમાં સૌ કોઇ જોડાય જન જન સુધી પોષણ અભિયાનનો સંદેશો પહોંચે તે હેતુથી બાળ તંદુરસ્ત હરિફાઇ, વાનગી હરિફાઇ, ચિત્રસ્પર્ધાનાં વિજેતાઓને ઇનામ વિતરણ કરી અને ધાત્રીમાતાઓને અન્નપ્રાસન, માતૃશક્તિ અને ટી.એચ.આરનું વિતરણ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એસ.ડી.ધાનાણી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વાળા, ઇન્ચાર્જ સી.ડી.પી.ઓ શિલ્પાબેન બાપોદરા તેમજ ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.