કચ્છના અબડાસાના કોંગ્રેસી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પાણી મુદ્દે ગાંધીનગર રાજ્યપાલને મળવા ગાંધીનગર પહોંચ્યા હતા. રાજ્ય સરકાર એક તરફ નર્મદાના નીર કચ્છ સુધી પહોંચ્યાના દાવો કરી રહી છે ત્યારે બીજુ બાજુ અબડાસા હજુ પણ પાણી વગર ટળવળી રહ્યુ છે. આ મુદ્દે અનેક રજૂઆતો છતાં કોઈજ પરિણામ નહી આવતા પ્રદ્યુમનસિંહ જાડેજાએ તેમની મુખ્ય પાંચ માગણીઓ મુદ્દે રાજ્યપાલને રજૂઆત કરી હતી. જો માગણીઓ ન સંતોષાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. માગણીઓ મુદ્દે પ્રદ્યુમનસિંહે મંતવ્ય ન્યુઝ સાથે ખાસ વાતચીત કરી હતી.
Saturday, February 1, 2020
New
