ATSની ટીમે રાપરમાં ડીઝલ ચોરી કરતા 1ની કરી ધરપકડ - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Wednesday, February 5, 2020

ATSની ટીમે રાપરમાં ડીઝલ ચોરી કરતા 1ની કરી ધરપકડ

રાપર તાલુકાના ભીમાસર ગામની સીમમાંથી પસાર થતી એચપીની પાઈપલાઈનને ક્ષતી પહોંચાડીને ઓઈલ ચોરી કરતા તત્વોને પકડવા એટીએસની ટીમ આવી પહોંચતા પંથકમાં ચકચાર મચી છે. ટીમે એક શખસને પકડી પાડ્યો હતો તો અન્ય બે વોન્ટેડ સામે પબ્લીક પ્રોપટી ડેમેજ અને પેટ્રોલીયમ એન્ડ મીનરલ પાઈપ લાઈન એક્ટ અંતર્ગત ગુન્હો નોંધ્યો હતો. એટીએસ, ગુજરાતના ડીવાયએસપી બી.પી. રોજીયાને મળેલા ઈનપુટના આધારે ટીમ ગત સોમવારે રાપર તાલુકામાં ધસી આવી એક શખસની અટકાયત કરી બે વોન્ટેડની ઓળખ કરી હતી. આ સમગ્ર પ્રકરણ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર રાપર તાલુકામાં આવતા ભીમાસર ગામની સીમમાં મુંદ્રા થી દિલ્હી જતી હિન્દુસ્તાન પેટ્રોલીયમ કંપનીની પાઈપલાઈન સીએચ નં. 153.050 વાળી જગ્યા પર ઝડપાયેલો રાપરના મહાવીરછાતા વિસ્તારમાં રહેતો આરોપી કમલેશ ઉર્ફે કેવિન ભાણજીભાઈ ધનજીભાઈ બેરા (પટેલ) (ઉ.વ.36) અને અન્ય બે વોન્ટેડ આરોપી ઈશ્વરભાઈ કુંભાભાઈ ચૌહાણ ઉર્ફે (રહે. કીડીયાનગર, રાપર), રાજુ મુસલમાન (રહે. અમદાવાદ) એ પખવાડીયા પહેલા પાઈપલાઈનમાં બાકોરુ પાડીને 38 હજારનુ નુકશાન કરી તેમાંથી 4.90 લાખની કિંમતના 7હજાર લીટર ડીઝલની ચોરી આચરી હતી. એટીએસની ટીમે ધસી આવીને કમલેશની અટક કરી હતી. જેને રાપર કોર્ટમા રજુ કરતા બે દિવસના રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. જેને પુછપરછ માટે એટીએસની ટીમ અમદાવાદ લઈ ગઈ હતી. તો બાકીના બે વોન્ટેડની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ત્રણેય શખસો પર પેટ્રોલીયમ એન્ડ મીનરલ પાઈપ લાઈન એક્ટ સાથે ડેમેજ ટુ પબ્લીક પ્રોપટી એક્ટ તથા એક્સપ્લોસીવ સબન્ટન્સ એક્ટ અંતર્ગત એટીએસ ખાતે ગુન્હો નોંધવામાં આવ્યો છે. કાર્યવાહિમાં પાંચ લાકડાના પાટીયા, એક કાતર અને 10 જેટલા રબ્બરના ટુકડાઓ પણ કબજે કરવામાં આવ્યા હતા. એટીએસની ટીમના આગમનથી વિસ્તારમાં ચકચાર મચી હતી તો સ્થાનિક પોલીસ પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. સમગ્ર તપાસમાં મોટુ ડીઝલ કે ઓઈલ ચોરી કૌભાંડ પણ બહાર આવે તેવી સંભાવના સુત્રો વ્યક્ત કરી રહ્યા છે. તો ઝડપાયેલો આરોપી અગાઉ પણ મુંબઈ ખાતેના ગંભીર ગુન્હામાં આવી ચુક્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.