500 ઘેટા નિકાસના નામે 23 લાખની છેતરપિંડી - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Wednesday, February 5, 2020

500 ઘેટા નિકાસના નામે 23 લાખની છેતરપિંડી

કચ્છના પાંચ શખસોએ મસ્કત ઓમાનની એક્સપોર્ટર કંપનીને 500 ઘેટાનો લાઇવસ્ટોક ન આપી રૂ.23 લાખની છેતરપિંડી આચરતાં એક્સપોર્ટરે જિલ્લા મથકે અરજી કરી, ફરિયાદ કરવાની માગ કરી છે. મળતી વિગતો મુજબ મસ્કતની નાબા અલઅમના ટ્રેડ નામની કંપનીના માધ્યમથી છેલ્લા પાચેક વર્ષથી ઘેટાં-બકરાની ખરીદી કરાતી હતી. મસ્કતમાં એક્સપોર્ટનો વ્યવસાય કરતા શોકતઅલી મહંમદહુસેન ચૌહાણની કચ્છના સલાયાના રજાક સાંગાણી સાથે મુલાકાત ઓમાન ખાતે થઇ હતી, જેના વિશ્વાસે શોકતઅલી તા.5 જાન્યુઆરીના માંડવી આવ્યો હતો. રજાક સાંગાણીએ શોકતઅલીની માંડવીના મજીદ ચાકી, ભુજના વસીમ ખલીફા, સલાયાના હનીફ માડવાણી અને બાયઠના મુસ્તાક તુર્ક સાથે ઓળખાણ કરાવી, બાયઠ ગામની સીમમાં ઘેટાં-બકરા બતાવ્યા હતા અને સસ્તા ભાવે લાઇવસ્ટોક મળી જવાની ખાત્રી આપી હતી. ઘેટાં તંદુરસ્ત હોવાથી એક ઘેટાં દોઠ રૂ.4700 એમ 23 લાખમાં સોદો થયો હતો. સોદા મુજબ 6 જાન્યુઆરીએ રાત્રે નવ વાગ્યે કોડાય પુલ પાસે એક્સપોર્ટર આવી ગયો હતો. મજીદ ચાકી, વસીમ ખલીફા, મુસ્તાક તુર્ક અને હનીફ કાસમ રજાક સાંગાણીના કહેવાથી ઇન્ડિકા કારથી આવ્યા હતા અને રૂપિયાની માગણી કરી હતી. એક્સપોર્ટર શોકત ચૌહાણે કહ્યુ કે, નાણાં લાઇવસ્કોટ બાદ જ મળશે, તેના જવાબમાં ચાર શખ્સોએ કહ્યું હતું કે, નાણાં અત્યાર આપી દો, લાઇવસ્ટોક આવતીકાલે તુણા બંદરે આવી જશે. એક્સપોર્ટર શોકત એકલો હોઇ, ગભરાયો કે, તેઓ તેને મારી નાખશે જેથી તેણે રૂપિયા આપી ત્યાંથી નીકળી ગયો હતો. 7 જાન્યુઆરીના તુંણા બંદરે આવેલા શોકતે સવારે 8 વાગ્યે રજાક સાંગાણીને ફોન કરી લાઇવસ્ટોક કયારે આવશે તેની પૂછા કરી હતી. માલ ન પહોંચતા ફરી ફોન કરતાં સાંગાણીએ માલ ન આપવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોતાની સાથે છેતરપિંડી થયાની ગંધ આવી જતાં શોકતે પાંચેય શખ્સો સામે જિલ્લા પોલીસ મથકે અરજી આપી કાયદેસર ફરિયાદની માગ કરી છે.