સોમવારે સવારે ભુજના જાણીતા કવી અને નગરપાલીકાના માજી કર્મચારી એવા વંચિત કુકમાવાલાનું નિધન થતા તેમના મિત્રો સ્મશાન યાત્રામાં જવા માટે નીકળ્યા ત્યારે તેમની કારને આરટીઓ સર્કલ પાસે ટક્કર મારી હતી. રમેશ વારા, ભુપેન્દ્ર મહેતા, વિમલ શેઠીયા, નિલેશ છાયા સહિતના સ્મશાન યાત્રામાં જવા માટે ભુજથી નીકળ્યા ત્યારે આરટીઓ સર્કલ પાસે ટ્રકે ટક્કર મારી હતી. સદભાગ્યે કોઇ જાનહાની થઇ ન હતી અને સમાધાન થઇ જતા પોલીસ ફરીયાદ કરાઇ ન હતી.
