મોખા ટોલ નાકા નજીક ર૦ લાખનો બ્રાન્ડેડ ઈંગ્લીશ દારૃ ઝડપી પડાયો - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Tuesday, January 14, 2020

મોખા ટોલ નાકા નજીક ર૦ લાખનો બ્રાન્ડેડ ઈંગ્લીશ દારૃ ઝડપી પડાયો


કચ્છમાં જુદા જુદા સૃથળોએ પોલીસે દરોડા પાડીને લાખોનો દારૃ ઝડપી પાડયો છે. એક તરફ કડકડતી ઠંડી ચાલી રહી છે ત્યારે બીજી તરફ પ્યાસીઓ  મોજ માણવા દારૃનો સહારો લેતા હોય તેમ કચ્છમાં માંગો ત્યાં દારૃ આસાનીથી મળી રહ્યો હોય તેવો તાલ જોવા મળી રહ્યો છે. પોલીસ તો પોતાની કામગીરી કરી રહી છે પરંતુ બુટલેગરો એકયા બીજી રીતે દારૃ ઘુસાડી રહ્યા છે.

જાણવા મળતી વિગતો મુજબ પૂર્વ બાતમીના આાધારે એલસીબીની ટીમે મોખા ટોલ નાકા પાસે ટ્રક નંબર એચ.પી.પ૩ ડી ૦૧૯૯ ને ચેક કરતા તેમાંથી વ્હીસ્કીની બોટલ નં.પ૪૦ કિંમત રૃા.ર૦રપ૦૦ તેમજ પાર્ટી સ્પેશીયલ ૪૭૮૮ કિંમત રૃા.૧૬,૭પ,૮૦૦ તેમજ કમાન્ડર અન્ડ ચીફ કેરેબીયન ગોલ્ડ રમની બોટલ પ૧૬ કિંમત રૃા.૧,૮૦,૬૦૦, મોબાઈલ નં.ર, ડીટર્જન્ટ પાવડરની થેલીઓ નં.૭પ કિંમત રૃા.૪૬૮૭પની મળી આવી હતી. આ બનાવમાં પોલીસે પંજાબના બલતાના ગામના અરૃણ જગદીશસિંહ રાણા, બુટેલ ગામના જીતેન્દ્ર નરેશકુમાર ત્યાગીની ધરપકડ કરવામાં આવી છે. આ બન્ને ઈસમોને મરીન પોલીસ માથકે સોંપવામાં આવ્યા છે. દારૃ મંગાવનાર કોણ હતા અને ક્યાંના હતા તેની તપાસ શરૃ કરવામાં આવી છે. દરોડાની કામગીરીમાં પીઆઈ એમ.આર.ગોંડલીયા સહિતોન સ્ટાફ જોડાયેલો હતો. જ્યારે બી ડીવીઝન પોલીસે ભુજના એરપોર્ટ રોડ પર રજીત શિવલાલ કોલી અને દિનેશ શિવલાલ કોલીની કબ્જાની બાઈકમાંથી દારૃની બોટલ નં.૩૭ કિંમત રૃા.૧ર૯પ૦ની મળી આવી હતી.

અન્ય એક દરોડામાં ગેડી ગામે અનોપસિંહ બળવંતસિંહ વાઘેલાના કબ્જામાંથી દારૃની બોટલ નં.ર૪ કિંમત રૃા.૮૪૦૦, બીયરના ટીન નં.૧૩ કિંમત રૃા.૧૩૦૦ના મળી આવ્યા હતા.

રાપરના પાવર હાઉસ નજીક રાજેશ ઉર્ફે રાજુ વાલજી સીયારીયા પાસેાથી બોટલ નં.૩ર કિંમત રૃા.૧૧પ૦૦ની મળી આવી હતી. દરોડા દરમિયાન આ શખ્સ નાસી છુટયો હતો. તેમજ સતાપર ફાટક પાસે જીગરનાથ કિશોરનાથ નાથબાવા અને સંજયનાથ નાનજીનાથ નાથબાવાના કબ્જામાંથી બોટલ નં.૧, બાઈક એક મળી આવી હતી.