મુન્દ્રા-સ્થિત આરડી ટ્રસ્ટ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ મધ્યે ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જેના અંતર્ગત સરકાર દ્વારા આપવામાં આવતા ટેબ્લેટ વિતરણ અન્વયે 160 છાત્રોને ટેબ્લેટ વિતરણ સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારીના ક્લાસની શરૂઆત સ્થાનિક ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવી હતી. કાર્યક્રમ પ્રસંગે વિરેન્દ્રસિંહે કોલેજના વિકાસ કાર્યો માટે 2.5ની ગ્રાંટ જાહેર કરતાં વિદ્યાર્થીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. શિક્ષણ સમિતીના ચેરમેન છાયાબેન ગઢવી સરપંચ ધર્મેન્દ્ર જેસર બીએડ કોલેજના આચાર્ય આચાર્ય ફફલ સાહેબ વિનુભાઈ થાનકી વાલજીભાઇ ટાપરીયા કીર્તિ ગોર શક્તિસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.આયોજન કોલેજ આચાર્ય દિપક ખરાડી અને સ્ટાફગણે કર્યું હતું.
