સામખિયાળી પાસે જ આવેલી ઇટી કંપનીમાં પાઇપમાંથી સીઓ ગેસ લીકેજ થતાં કામ કરી રહેલા એક કર્મીનું ગૂંગણામણને કારણે મોત નિપજ્યું હોવાની ઘટના બની છે જેમાં બનાસકાંઠાના પરિવારે એક માત્ર કમાનાર પુત્ર ગુમાવ્યો છે. યુવાન કર્મીના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કર્યા બાદ ...અનુસંધાન પાના નં. 4
પરિવારને સોંપાયો હતો. કંપનીની બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો કે આકસ્મિક બનાવ તે બાબતે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
ગત રાત્રે 8.30 વાગ્યાના અરસામાં બનેલી આ દુર્ઘટનામાં સામખિયાળી પાસે આવેલી ઇટી કંપનીમાં ફીડર તારીકે કામ કરતા મુળ બનાસકાંઠાના પસવાદળ ગામના 26 વર્ષીય આશિષ મનસુખલાલ જોષી કામ ઉપર હતો ત્યારે એક પ્લાન્ટમાંથી બીજા પ્લાન્ટમાં પાઇપ મારફત મુકવાનો કાર્બન મોનોક્સાઇડ ગેસ લીકેજ થતાં તે બેભાન થઇને ઢળી પડ્યો હતો. આ બાબતે ઇટી કંપનીના આર.પી.સિંઘને પુછતાં તેમણે જણાવ્યું હતું કે, બેભાન થઇને ઢળી પડેલા આશીષને આવતાં વાર લાગતાં સહકર્મીએ ત્યા઼ જઇને જોયું તો બેભાન હાલતમાં જણાયો હતો જે બાબતે તાત્કાલીક રિપોર્ટ કરાતાં પહેલા઼ કંપનીની ડિસ્પેન્સરીમાં લઇ જવાયો હતો. ત્યા઼થી વધુ સારવાર માટે ભચાઉ લઇ જવાયો હતો પણ સારવાર કારગત નિવડી ન હતી. આ બનાવ બાદ મૃતક આશીષના પરિવારને જાણ કરતાં પરિવાર પણ પહોંચી આવ્યો હતો. મસતક આશિષનો પરિવાર અતિ ગરીબ સ્થિતિનો છે અને પરિવારનો એક માત્ર કમાનાર હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું ત્યારે આ બનાવથી પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે. છઠ્ઠા ધોરણમાં ભણતા અર્પિત અને ત્રીજા ધોરણમાં ભણતી અક્સરાએ પિતાની છત્ર છાયા આ બનાવમાં ગુમાવી છે.
