પદ્ધર પોલીસ સ્ટાફ બાતમીના અાધારે કુકમા નજીક પેટ્રોલીંગમાં હતો તે સમયે ફાટક નજીક અેક વર્ના કારને જોતા તેને હાથ અાડો દઇ ઉભો રખાવી હતી પણ કાર ચાલક પોલીસને જોઇ નાસી ગયો હતો. પોલીસે પીછો કરતા કાર સૈયદપર ફાટકથી ગંઢેર ગામ તરફ વળી ગઇ હતી. કારને ગંઢેર ગામના પ્રવેશદ્વારા પાસે અાંતરી લીધી હતી.
ડ્રાઇવર કેફીપીણુ પીધેલી હાલતમાં હોતા તેનું નામ પુછતાં પોતે મહેન્દ્ર માનસીંગ મકવાણા (કોલી) (રહે. સીનુગ્રા અંજાર) વાળો હોવાનું કહ્યું હતું. કારની તલાસી લેતા પાછળની સીટ ઉપર 4 દારૂના બોકસ અને ડીકીમાંથી 7 પેટી મળી અાવી હતી. સ્પેશીયલ વ્હીસ્કી બોટલ નંગ 131 કિમત રૂપીયા 45,850 તેમજ વર્ના કાર જીજે 12 અેઇ 6443 કિંમત રૂપીયા 3 લાખ અને સેમસંગ કંપનીનો ફોન કીંમત રૂપીયા 2 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અા દારૂનો જથ્થો કોને અાપવા જતો હતો અને કયાંથી મેળવ્યો હતો તે અંગે પુછતાછ કરતા અા જથ્થો વીજય વીરા ટાપરીયા (ગઢવી) (રહે. અંજાર) વાળાઅે કારમાં ભરી દીધો હોવાનું અને અા દારૂનો જથ્થો રમજાન હારૂન ધોસા (રહે.ભુજ) વાળાને અાપવાની કેફીયત અાપતા મહેન્દ્ર કોલી, વીજય ટાપરીયા અને રમજાન ધોસા સામે ગુનો નોંધી અાગળની કાર્યવાહી હાથ ધરી હતી.
